(જી.એન.એસ) તા.૧૧
ગાંધીનગર,
રાજ્યના વિકાસ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓમાં IIM-Aની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્ક નો લાભ મેળવવા GRIT અને IIM વચ્ચે MOU થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં GRITની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને અનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ હાથ ધરાયો હતો. GRITના નવનિયુક્ત CEO સુશ્રી એસ. અપર્ણાએ આ બેઠકમાં GRITની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહિની વિઝનોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.GRIT રાજ્ય સરકારની થિંક ટેન્ક અને ઈનોવેશન હબ તરીકે કાર્ય કરવા સથો-સાથ રાજ્ય સરકારે નિમેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહિને કાર્યયોજના ધડે એ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગવર્નિંગ બોડીની આ પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઈમ્પેક્ટ, ફાયદઓ વગેરે ડેટા એનાલીસીસથી GRIT કરે તેવું સૂચન કર્યુ હતું.આ બેઠકમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ઊદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ સહભાગી થયા હતાં. આ બેઠકની વિશદ ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું કે, નિતી આયોગ દ્વારા સુચિત ગ્રોથ હબ મોડેલ સુરત રિઝીયન માટે લાગુ કરવામાં આવ્યું છે તેમ હવે તેને ક્રમશ: રાજ્યના અન્ય રિઝીયનમાં વિસ્તૃત કરવા માટેની ઈન્સ્ટીટ્યુશનલાઈઝડ વ્યવસ્થામાં GRIT મદદરૂપ થાય.આ બેઠક દરમિયાન IIM અમદાવાદ અને GRIT વચ્ચે MOU કરવામાં આવ્યા હતાં. રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ-યોજનાઓમાં IIM અમદાવાદના જ્ઞાન કૌશલ્યની તજજ્ઞના અને નેટવર્કનો લાભ મેળવવાનો આ MOUનો ઉદેશ્ય છે. GRITના CEO સુશ્રી એસ. અપર્ણા અને IIM અમદાવાદના ડાયરેક્ટર ભરત ભાસ્કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રીઓ તથા IIM અમદાવાદના ચેરમેન પંકજ પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર હસ્તાક્સર કર્યા હતાં.મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવઓ પંકજ જોષી અને શ્રી એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન તથા મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ વગેરે આ બેઠકની ચર્ચાઓમાં જોડાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.