(જી.એન.એસ)તા.૧૭
ગાંધીનગર,
એક દિવસમાં ચાર જનસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…વિકસિત ભારતના નિર્માણમાં મહારાષ્ટ્ર સર્વોચ્ચ યોગદાન આપે તે માટે મહાયુતિને સૌથી વધુ વોટથી જીતડાવા આહવાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ… મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુંબઈ મહાનગરના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ દહીસર, જોગેશ્વરી વેસ્ટ, વર્સોવા, અંધેરી અને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ મુંબઈ મહાનગરના પ્રવાસમાં ચાર જનસભાઓને સંબોધન કર્યુ હતું.મુખ્યમંત્રીએ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે “ચાય પે ચર્ચા”માં સહભાગી થઈને મુંબઈમાં ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્સોવા વિધાનસભા વિસ્તારમાં જનસભાને સંબોધતા કહ્યું કે, પીએમ નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં આપણને એવું સક્ષમ નેતૃત્વ મળ્યું છે કે આપણે જ્યાં રહેતા હોઈએ, ગમેતે ક્ષેત્રમાં હોઈએ, ત્યાં આપણને બધાને ગૌરવ થાય. આજે દેશ અને દુનિયા સમસ્યાઓ સમાધાન માટે વડાપ્રધાનશ્રી સામે જોઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્ર પર ધ્યાન આપીને દરેક ક્ષેત્રનો વિકાસ કર્યો છે. વડાપ્રધાનની આ વિઝનરી લીડરશીપને લીધે આપણી આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને આવી છે અને હવે તેમની ત્રીજી ટર્મમાં ભારત ત્રીજા સ્થાને પહોંચવાનું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જેણે સાકર ખાધી હોય એ કહી શકે કે સાકર ગળી છે. એ જ રીતે આજે દરેક લાભાર્થી સરકારી યોજનાઓના લાભની વાત કરી શકે. દરેક લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે. દરેક લાભાર્થીના ઘરે જઈને સરકારે યોજનાઓનો લાભ આપ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનએ લોકોને યોગના માધ્યમથી સ્વસ્થ રહેવાની પ્રેરણા આપી છે અને છતાં બીમાર પડીએ તો આયુષ્યમાન કાર્ડ તો છે જ. લોકોની સુવિધા માટે વડાપ્રધાનએ મોટી વ્યવસ્થા ઊભી કરીને નાનામાં નાના માણસને તાકાત આપી છે અને આત્મનિર્ભર ભારતની પ્રેરણા આપી છે.આજે ભારત દેશ સિવાય બીજા દેશોને પણ મેડ ઇન ઇન્ડિયા પર ભરોસો પડ્યો છે અને વિદેશના લોકો ભારતીય ઉત્પાદનો ખરીદતા થયા છે. આ બદલાવ આદરણીય નરેન્દ્રભાઈ સમગ્ર દેશ અને વિશ્વમાં લાવ્યા છે. આ બદલાવનો સૌથી વધારે લાભ મહારાષ્ટ્રને મળ્યો છે. આઝાદીના અમૃતકાળએ આપણા સૌ માટે કર્ત્વયકાળ છે અને આપણે સૌએ દેશ માટે જીવવાનું છે, સૌએ સાથે મળીને જીવવાનું છે અને આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત માટે કામ કરીએ અને નાના પ્રયાસો દ્વારા આપણે આ શક્ય બનાવી શકીએ તેમ છીએ.પીએમ નરેન્દ્રભાઇ વિઝનરી લીડર છે જે આપત્તી આવે તે પહેલાં તેનું સમાધાન શોધી લે છે. તેઓ હંમેશા બે ડગલા આગળ વિચારે છે. પાણી બચાવવાના તેમના વિઝનની વાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશમાં કેચ ધ રેન અભિયાન અને અમૃતસરોવરોના નિર્માણ દ્વારા જળ સંચય અભિયાન હાથ ધર્યું છે. એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પર્યાવરણ બચાવવા માટેની પહેલ કરી છે.પર્યાવરણનું જતન કરવા માટે એક પેડ માં કે નામ અભિયાન સાથે દેશના જન જન ઇમોશનલી જોડાયા છે. આ અભિયાન ગ્લોબલ વોર્મિગ સામેની લડાઇ માટે ખૂબ મોટું જન અભિયાન બન્યું છે. પીએમ નરેન્દ્રભાઇએ રોજબરોજના જીવનમાં પર્યાવરણ સાથે તાલમેલ જાળવીને જીવન જીવવાની પદ્ધતિ મિશન લાઇફ આપી છે. પીએમ નરેન્દ્રભાઈએ દેશમાં દરેકે દરેક ક્ષેત્ર, દરેક સમૂદાય ગરીબ, યુવા, મહિલા., વેપારીઓ તમામનું ધ્યાન રાખવાની સાથે સાથે સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું છે. વોટ આપવો આપણો હક છે અને એ હકનો પાકા પાયે ઉપયોગ કરવો જોઈએ. 2047માં વિકસિત ભારતના નિર્માણમાં સૌથી મોટું યોગદાન મહારાષ્ટ્રનું રહે તે માટે મહાયુતિને સૌથી વધુ વોટથી જીતડાવા માટે તેમણે અપીલ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.