Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લોકોને તડકામાં કામ વગર...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લોકોને તડકામાં કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી 

16
0

દાદાની ગુજરાતવાસીઓ ને અપીલ

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની ગરમી એ ભયંકર પ્રકોપ બતાવ્યો છે તેમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને છેક મોડી રાત્રી સુધી યથાવત રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રીનુ લઘુત્તમ તાપમાન પણ તેની વિક્રમી સપાટીએ પહોચ્યું છે. રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 45  ડિગ્રીની આસપાસ રહ્યો છે. ત્યારે આવામાં ગરમીના લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ત્યારે ગુજરતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લોકોને તડકામાં કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું છે,ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈ-બહેનો.. આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટ વેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે.

આ આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. ‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમીન વેચાણ નોંધ મંજુર કરાવવા 30,000 ની લાંચ લેતા બે શખ્સોને એસીબીએ રંગે હાથ ઝડપ્યા
Next articleબોટાદના સમઢીયાળા ગામમાં બે યુવકોના સુબી જવાથી મોત