Home મધ્ય ગુજરાત અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

166
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે. મુખ્યમંત્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.

મુખ્યમંત્રીએ પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપઠાણ ફિલ્મમાં દર્શાવેલ ભગવા રંગ સંબંધિત અશ્લીલ દ્રશ્યો સામે ગીરનાર મંડળ ના પ્રમુખશ્રી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ દ્વારા વિરોધ, ચેતવણી..
Next articleગાંધીનગરના હેલીપેડ ખાતે ખાદ્ય એક્ઝિબિશનનાં ડોમમાં મધરાત્રે આગ લાગી, ડોમમાં આગ લાગતાં નાસભાગ મચી, આગને કારણે પાંચ સ્ટોલ બળીને ખાખ