Home ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના બાયપાસ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના બાયપાસ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા

37
0

(G.N.S) Dt. 17

ગાંધીનગર,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગરના બાયપાસ રોડ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

આ પાલજ-બાસણ-શાહપૂર માર્ગ પર ભારે વાહનોનો ટ્રાફિક રહે છે તે સંદર્ભમાં આ માર્ગના મજબૂતીકરણ માટેની દરખાસ્ત માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ-મકાન વિભાગનો હવાલો પણ ધરાવે છે અને તેમણે રૂ. ર૪.૪૭ કરોડની દરખાસ્તને અનુમોદન આપતાં આ માર્ગના મજબૂતીકરણનું કામ હવે હાથ ધરી શકાશે. 
આ રસ્તાનું મજબૂતીકરણ થવાને પરિણામે પાલજ-બાસણ જેવા ગાંધીનગર સાથે જોડાયેલા ગામો તેમજ આઇ.આઇ.ટી ગાંધીનગર માટે સુવિધાયુકત કનેક્ટિવીટી ઉપલબ્ધ થશે. 
એટલું જ નહિ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓ તરફથી આવતા વાહનોને ગિફટ સિટી જવા માટે તથા ગાંધીનગર બાયપાસ કરવા માટે સરળ અને સારો રસ્તો મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય:રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ મેળવવા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
Next articleગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં: કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છે: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી