રાજ્ય મંત્રીમંડળના નવનિયુકત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી. મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-નાગરિકો સાથે મંત્રીશ્રીઓના કાર્યાલયના પરસાળમાં ઊભા રહી વાતચીત કરીને લાક્ષણિક સરળતા દર્શાવી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે.



તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીશ્રીઓના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-ર માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીશ્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી.

એટલું જ નહિ, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રીશ્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની આવી સાહજીકતાથી મંત્રીશ્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.