Home વ્યાપાર જગત - BUSINESS મુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલેના 6.86 કરોડ શેર વેચી દીધા, Jio Financial નિફ્ટી...

મુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલેના 6.86 કરોડ શેર વેચી દીધા, Jio Financial નિફ્ટી ઇન્ડેક્સની બહાર રહેશે

15
0

(GNS),07

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે તેને કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) પાસેથી તેની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)માં હિસ્સો ખરીદવાના બદલામાં રૂપિયા 8,278 કરોડ મળ્યા છે. આ ડીલ હેઠળ રિલાયન્સે દેશની અગ્રણી રિટેલર ફર્મ RRVLના 6.86 કરોડ શેર કતારના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ QIAને ફાળવ્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જોને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે “રિલાયન્સ રિટેલને QIA પાસેથી રૂ. 8,278 કરોડની ખરીદીની રકમ મળી હતી અને QIAની પેટાકંપની કતાર હોલ્ડિંગ એલએલસીને 6,86,35,010 શેર ફાળવ્યા હતા.” રોકાણ કતાર હોલ્ડિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. તે QIA ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. આ ડીલની કિંમત એક અબજ ડોલર એટલે કે 8,278 કરોડ રૂપિયા હતી. 23 ઓગસ્ટના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિલાયન્સ રિટેલમાં એક ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં રિલાયન્સ રિટેલે 10.09 ટકા હિસ્સા માટે વૈશ્વિક ખાનગી ઇક્વિટી ફંડ્સમાંથી 47,265 કરોડ રૂપિયા (લગભગ US $ 6.4 બિલિયન) એકત્ર કર્યા હતા. જેના કારણે કંપનીની કિંમત વધીને 4.2 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. કંપનીએ સિલ્વર લેક, KKR, મુબાદલા, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, GIC, TPG, જનરલ એટલાન્ટિક અને સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડમાંથી તે સમયે અંદાજે US$57 બિલિયનના મૂલ્યાંકનમાં ભંડોળ એકત્ર કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિમર્જ્ડ ફાઇનાન્શિયલ આર્મ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસને 7 સપ્ટેમ્બરથી વિવિધ NSE સૂચકાંકોમાંથી દૂર રાખવામાં આવશે. Jio Financial Services Ltd ને 7 સપ્ટેમ્બરે નિફ્ટી 50, અન્ય સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (NSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. NSE ઈન્ડેક્સ લિમિટેડે 20 જુલાઈથી ડિ-મર્જર પ્રક્રિયા હેઠળ જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને અલગ સૂચકાંકોમાં સામેલ કરી હતી. ડિ-મર્જરના એક મહિના પછી 21 ઓગસ્ટ, 2023ના રોજ Jio Financial લિસ્ટ થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ
Next articleઈશા અંબાણી અને બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હવે સાથે બિઝનેસ કરશે