Home દેશ - NATIONAL મુંબઈમાં ચોમાસાનો પહેલો વરસાદ : કરંટ લાગતાં બે બાળકો સહિત ત્રણના મોત

મુંબઈમાં ચોમાસાનો પહેલો વરસાદ : કરંટ લાગતાં બે બાળકો સહિત ત્રણના મોત

502
0

(જી.એન.એસ.)મુંબઈ,તા.૩
ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાનો પહેલો વરસાદ થયો છે. જો કે વરસાદ વચ્ચે કરંટ લાગવાની દુર્ઘટનામાં બે બાળકો સહીત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
મુંબઈ નગર નિગમ આફત નિયંત્રણ વિભાગ પ્રમાણે મૃતકોમાં 32 વર્ષીય અનિલ યાદવ, નવ વર્ષીય સારા ખાન અને દશ વર્ષીય ઓમકારનો સમાવેશ થાય છે. મુંબઈના ખિંડીપાડા વિસ્તારમાં એક સડક પર વીજતારની ઝપટમાં આવીને અનિલ યાદવ અને સારા ખાને જીવ ગુમાવ્યા હતા. તો ઓમકારનું ભાડુંપ રેલવે સ્ટેશન નજીક શિવકૃપા નગર ક્ષેત્રમાં કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું હતું.
મુંબઈમાં મોનસૂનની શરૂઆત દશમી જૂનથી થાય છે. પરંતુ હવામાન વિભાગના અધિકારીઓએ આ વર્ષે તેના વહેલા આગમનનો ઈશારો કર્યો હતો. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આગામી સપ્તાહ સુધીમાં મહારાષ્ટ્રના સમુદ્ર તટ પર મોનસૂનના સક્રિય થવા માટેની અનુકૂલ પરિસ્થિતિઓ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેટ્રોલમાં 10 પૈસાનો ઘટાડો, 5 દિવસમાં થયો 34 પૈસાનો ઘટાડો
Next articleકાશ્મીરમાં પાક.ની નાપાક હરકત : યુધ્ધવિરામ ભંગ કરતાં બે જવાન શહિદ