(જી.એન.એસ.પ્રશાંત દયાળ) તા.30
25 વર્ષ પહેલા ગુજરાતમાં આવી જ સ્થિતિ હતી, સમાજનો એક વર્ગ અને સમાચાર માધ્યમો નરેન્દ્ર મોદીને પસંદ કરતો ન્હોતો, અને આજે પણ કરતા નથી. આ વર્ગ સતત એવો પ્રચાર કરી રહ્યો હતો અને પ્રચાર કરી રહ્યો છે, કે નરેન્દ્ર મોદી તમામ મોરચે નિષ્ફળ નિવડયા છે. છતાં સામાન્ય પ્રચારકમાંથી દેશના વડાપ્રધાન સુધીની તેમની ગાડી સડસડાટ દોડતી રહી છે. હવે નરેન્દ્ર મોદીની આ ગાડીને રોકવા 23 વર્ષનો એકદમ ફ્રેસ છોકરો મેદાનની વચ્ચોવચ ઊભો રહી નરેન્દ્ર મોદીને પડકારે છે, અને તેની આસપાસ હજારો લોકો આવી ઊભા રહી જાય છે.
25 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીની માધ્યમોમાં સ્થિતિ હતી, તેવી જ આજે હાર્દિકની છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સભા કરતા હાર્દિકની સભામાં ચાર ગણા લોકો એકત્રીત થાય તો પણ અખબારો અને ટેલીવીઝન ચેનલો તેની નોંધ લેતા નથી, જો કે થોડા દિવસથી કેટલાંક માધ્યમોને બુધ્ધી આવી છે. એટલે કયાંક સ્થાન મળી જાય છે. માધ્યમો પણ એક ખાસ ભ્રમમાં જીવતા હોય છે. અખબાર છપાય તો જ કુકડો બોલે તેવું હોતુ નથી. કારણ કુકડો અખબારને નહીં સુર્યને જોઈ બોલતો હોય છે. અખબારો અને ટીવી ચેનલોની અવગણના છતાં હાર્દિકની રાજકોટની સભામાં એક લાખ લોકો આવ્યા હતા. નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ અખબારો લખે છે. તેમ છતાં દેશનો એક મોટો વર્ગ તેમનો ચાહક છે તે વાત તેમના વિરોધીઓએ પણ સ્વીકારવી પડે.
નરેન્દ્ર મોદી સાથે મત્તાતર હોઈ શકે, પણ તે હાલના દેશના નેતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેને નકારી શકાય તેમ નથી, તેવી જ રીતે હાર્દિક પટેલની રાજકીય ગતિને રોકવા માટે અમિત શાહે તેમના પુરા તંત્રને કામે લગાડી દીધુ, હાર્દિકની સભાને મંજુરી મળતી નથી, તેના સાથીઓને તોડવામાં આવે છે, તેના ચારિત્રને બદનામ કરવામાં આવે છે. આમ આવા અનેક પ્રયાસો છતાં હાર્દિકની રાજકોટની સભા મોદી અને રાહુલની સભાને ટક્કર મારે તે વાત તો અમિત શાહે પણ કબુલ કરવી જોઈએ, હાર્દિક સામે એકસો વાંધા હોવા છતાં તેની પાછળ લાખો લોકો આવે તે પણ નકારી શકાય તેમ નથી, પણ આવુ કેમ થઈ રહ્યું છે. તેની પાછળ એક જ કારણ છે આપણને કાયમ કોઈને કોઈ હિરોની જરૂર હોય છે, જે આપણા માટે બોલે, લડે અને દુશ્મને પડકારે, અને હાર્દિક આવું જ કરી રહ્યો છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂધ્ધ પડનાર ખલાસ થઈ જાય છે, તેવું બધા જ માની બેઠા છે ત્યારે એક નાનકડો છોકરો જાહેરમાં મોદીને પડકારી જાય છે. સામાન્ય માણસને આ વાત પસંદ પડી ગઈ છે. પ્રજા પોતાની વાત કહેવા માગે છે, પણ સરકાર તે સાંભળવા માગતી નથી ત્યારે હાર્દિકમાં તે પોતાના નેતાને જુવો છે. એક સમય દેશની પ્રજાને લાગ્યુ કે તેમની સમસ્યાનો ઉકેલ એટલે નરેન્દ્ર મોદી છે. તેમ ગુજરાતના લોકો આજે માની રહ્યા છે ગુજરાતના રાજકારણમાં મર્દ ભાયડો અને તેમની સમસ્યાનો ઉકેલ એટલે હાર્દિક પટેલ છે., માટે અખબાર નોંધ ના પણ લે અને ટેલીવીઝન ચેનલો તેના સમાચારને સ્થાન ના પણ આપે પણ હાર્દિકની સભામાં લોકો આવશે તે સત્ય નકારી શકાય તેમ નથી.
બાકી હતું તે ચુંટણી પંચ પણ અમીત શાહને પડખે ગયુ, પંચે ધમકી આપી કે અમે હાર્દિકની સભાનું રેકોર્ડીંગ કરીએ છીએ, કઈ પણ ગરબડ કરી તો પગલા લઈશુ, પહેલા તો દેશના ચુંટણી પંચે પોતાના પંજામાં નખ ઉગાડવાની જરૂર છે. કારણ તે દાંત અને નખ વગરનું પંચ છે, તેમની પાસે કોઈ સત્તા જ નહીં હોવા છતાં લોકશાહીના જંગલમાં ગર્જના કર્યા કરે છે. બીજી વાત પંચને લાગી રહ્યુ કે હાર્દિક ભાજપનો ખેલ બગાડશે, માટે હાર્દિકને ધમકી આપે છે,. ભાજપ સત્તા ઉપર આવે તે માટે વિશ્વ હિન્દુ પરિષદે ચુંટણી ટાળે જ ભુતકાળમાં ઘણી ધર્મ સભાઓ કરી હતી ત્યારે ચુંટણી પંચે કાન અને આંખો બંધ કરી લીધી હતી.. એતો નક્કી છે. દેશમાં ચુંટણી પંચે સમખાવા પુરતા પણ દેશના કોઈ એક નેતા સામે પગલાં લીધા હોય તો બતાડે, કારણ તે શકય જ નથી. પંચ કાગળો વાઘ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.