Home દુનિયા - WORLD માલદીવ અને ભારત વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ

માલદીવ અને ભારત વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ

17
0

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ સરકારને લીધી આડે હાથ

(જી.એન.એસ),તા.૦૭

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીએ અહીં બીચ પરથી પોતાની તસવીરો શેર કરી અને વિદેશને બદલે દેશની અંદર જ ફરવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને માલદીવ માટે ફટકો ગણાવ્યો અને ત્યાંના નેતાઓએ ટિપ્પણીઓ શરૂ કરી દીધી. જ્યારે માલદીવના નેતાઓ અને અધિકારીઓએ ભારત પર વાંધાજનક ટ્વીટ કર્યા, ત્યારે માલદીવનો બોયકોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. ભારતીયોની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પણ માલદીવના નેતાઓની ભાષાનો વિરોધ કર્યો છે. મોહમ્મદ નશીદે ખાસ કરીને માલદીવના યુવા સશક્તિકરણ અને માહિતી અને મંત્રી મરિયમ શિયુનાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. મરિયમે નરેન્દ્ર મોદી માટે ‘જોકર’ અને ‘ઈઝરાયલની કઠપૂતળી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. મોહમ્મદ નશીદે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, માલદીવ સરકારના પ્રતિનિધિ મરિયમ શિયુના આવી ખરાબ ભાષા બોલી રહ્યા છે. તે પણ મુખ્ય સાથી દેશના નેતા માટે, જેની સાથેના સંબંધો માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. મુઈઝુ સરકારે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવું જોઈએ અને ભારતને સ્પષ્ટ ખાતરી આપવી જોઈએ કે તેઓ આવી નીતિને પ્રતિબિંબિત કરતા નથી..

મોહમ્મદ નશીદને ભારત તરફ વલણ ધરાવતા નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે હંમેશા ભારતને મિત્ર ગણાવ્યું છે અને બંને દેશો વચ્ચે સારા સંબંધોની હિમાયત કરી છે. જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુને ચીન તરફ ઝુકાવ ધરાવતા નેતા માનવામાં આવે છે.  ભારત અને માલદીવના સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, તેમાં માલદીવના નેતાઓ પણ કૂદી પડ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુની પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી અને ભારતીયો સાથે દુર્વ્યવહાર કર્યો. માલદીવની સત્તારૂઢ પ્રોગ્રેસિવ પાર્ટીના કાઉન્સિલ મેમ્બર ઝાહિદ રમીઝે PM મોદીની લક્ષદ્વીપની મુલાકાતના ફોટો પર લખ્યું કે, ભારત અમારી સાથે સ્પર્ધા કરે તેવો વિચાર જમીની વાસ્તવિકતાથી દૂર છે. તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે? તેમના રૂમમાં હંમેશા દુર્ગંધ આવતી રહે છે. દેશના પૂર્વ અધિકારી ફરાહ ફૈઝલે તેના પ્રમુખ મુઇઝુ અને વિદેશ મંત્રી મુસા ઝમીરને નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવથી આવી રહેલી ટિપ્પણીઓ માટે ઘેર્યા છે. ફરાહે કહ્યું છે કે મંત્રી મુસા ઝમીરે પોતાના અધિકારીઓને કૂટનીતિ શીખવવાની જરૂર છે. આપણા સૌથી નજીકના સહયોગીઓમાંના એક એવા ભારત પર કેટલાક સરકારી અધિકારીઓને અત્યંત બિનવ્યાવસાયિક રીતે હુમલો કરતા જોવું ખરેખર દુઃખદ અને શરમજનક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીયોઓએ માલદિવના બુકિંગ રદ કરવા લાગ્યા, આનાથી ચીન સમર્થક દેશને મોટો ફટકો
Next articleકારગીલમાં હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ