જી.એન.એસ, તા.૧
કલોલના હાઈવે પર મારૃતિવાન કાર પુરપાટ પસાર થઈ રહી હતી તે વખતે કાર માંથી ધુમાડો નિકળવા લાગતા કારમાં સવાર લોકો સાવચેતી વાપરી નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જ કાર એકાએક સળગી ઉઠી હતી રોડ વચ્ચે કાર સળગી ઉઠતા પસાર થતો ટ્રાફીક રોકાઈ ગયો હતો ત્યારે દોડી આવેલ ફાયર બ્રીગેડે પાણીનો મારો ચલાવી આગ કાબુ કરી લેતા લોકોએ હાશકારો વ્યકત કર્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના હાઈવે પર રવિવારના રોજ સવારના સાડા નવ વાગ્યાના સુમારે કાર ચાલક પટેલ જયેશભાઈ બળદેવભાઈ મારૃતીવાન કાર નં. જી.જે. ૧૮ બી ૯૭૧૦ લઈને કલોલથી મહેસાણા તરફ જઈ રહયા હતા ત્યારે કારમાં એકાએક ધુમાડો નીકળવા લાગતા તેઓ ગભરાઈ ગયા હતા અને સાવચેતી ના ભાગ રૃપે તેઓ કાર ઉભી રાખી તેઓ અને કારમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતા કારમાંથી લોકો નીચે ઉતરી ગયા બાદ તરતજ કાર ભડભડ સળગી ઉઠી હતી. હાઈવે પર કાર ભડભડ સળગી ઉઠતા પસાર થતો ટ્રાફીક રોકાઈ ગયો હતો.
બનાવને પગલે ટોલરોડનો ઈમરજન્સી સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે દોડી ગયો હતો તેમજ આગનો કોલ મળતા જ દોડી આવેલ ફાયર બ્રેગેડએ સળગતી કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી લેતા હાજર લોકોએ હાશકારો વ્યકત કર્યો હતો. આગમાં કાર સળગી જતા નુકશાન થવા પામ્યુ હતું. કારની આગ બુઝાઈ જતા ટ્રાફીક રાબેતા મુજબ ચાલુ થયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.