Home ગુજરાત મારી સરકારને પાંચ વર્ષ થઈ ગયા ત્યારે કઈ યાદ ના આવ્યું :...

મારી સરકારને પાંચ વર્ષ થઈ ગયા ત્યારે કઈ યાદ ના આવ્યું : વિજય રૂપાણી

67
0

હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી, અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે

(GNS),24

પાંજરાપોળની જમીન કૌભાંડ મુદ્દે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિજય પૂર્વ સીએમ રુપાણી પર આક્ષેપો કર્યા હતા. જેનો જવાબ પૂર્વ સીએમએ આપ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવેદનએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપનું ખંડન કરું છું. સોઈ જાટકીને વિરોધ કરી છું. હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. કમળો હોય તેને પીળું દેખાઈ,અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મારી સરકાર પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે કંઈ અમિતભાઈને યાદ ન આવ્યું. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે.

6 ઓક્ટોબર 2020 ના રોજ મેં પોતે ઇન્કવાયરી નિમિ હતી. મેં પોતે આદેશ આપ્યા હતા કે લાંગા સામે ફરિયાદો આવે છે. જેથી કાર્યવાહી થવી જોઈએ. મે જ ઇન્ક્વાયરી કરી હોય તો હું થોડો એની સાથે હોઉં. પ્રથમ તો પાંજરાપોળની માલિકીની જમીનનો વિવાદ નથી. પાંજરાપોળની કોઈ જમીનમાં સરકારને લાગતું વળગતું નથી. અમિતભાઈ જીવ દયાના નામે લોકોને ઉશ્કેરવા માંગે છે. અમારી સરકારે આઈએએસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મને એવું લાગે છે કે કોંગ્રેસના નેતા અધિકારીઓને બચાવવા નીકળ્યા છે. ભાજપની સરકાર કોઈ ભ્રષ્ટાચારીને છોડવા માગતી નથી.

પાંજરાપોળની જમીનના કથિત કૌભાંડ મામલે પૂર્વ સીએમ વિજય રુપાણીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાંજરાપોળની જમીન અંગે મારી વિરુદ્ધના સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. તમને જણાવી દઈએ કે, તારીખ ૨૧ મે ૨૦૨૩ના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં પાંજરાપોળની જમીન અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સખત શબ્દોમાં રદિયો આપતા જણાવ્યું છે કે, પાંજરાપોળની જમીન અંગે મારા વિષે છપાયેલા સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્ય થી વેગળા છે.

લાંગા જ્યારે કલેક્ટર હતા ત્યારે તેમની વિરુદ્ધ મળતી ફરિયાદોને આધારે તેમના વિરુદ્ધ ૦૬/૧૦/૨૦૨૦ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારા દ્વારા તેમની વિરુદ્ધની ફરિયાદની ફાઈલમાં તપાસ અંગે હસ્તાક્ષર કરી નિવૃત્ત અધિકારી વિનય વ્યાસને તપાસ સોંપવામાં આવી હતી અને તેના આધારે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાલની સરકાર દ્વારા તપાસ કરાતા પ્રાથમિક રિપોર્ટ લાંગા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે.

એસ કે લાંગા પોતાના વિરુદ્ધ થયેલ હુકમથી છંછેડાઈ, હાઈ પાવર કમિટીની જુઠ્ઠી વાતો ફેલાવીને સ્વબચાવ માટે અમોને રાજકીય રીતે બદનામ કરવાનો દ્વેષયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર સચ્ચાઈ હોય તો પોતાના નામે પ્રસિદ્ધ કરવાની હિંમત કરો, અનામી પત્ર લખીને રાજકીય રીતે બદનામ કરવાની કુચેષ્ટા બંધ કરો.

રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, હાઈપાવર કમિટીની મિટિંગમાં ક્યારેય પાંજરાપોળની જમીન અંગે કોઈ ચર્ચા જ થઈ નથી. હાઈપાવર કમિટીની મીટીંગ નીતિવિષયક બાબતો માટે બોલાવવામાં આવે છે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હતા. આ બેઠક કોઈ વ્યક્તિગત કેસો માટે બોલાવવામાં આવતી નથી. માટે, પાંજરાપોળની જમીન અંગે હાઈપાવર કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હોવાની લાંગાની વાત ઉપજાવી કાઢેલી અને તદ્દન જુઠ્ઠી છે.

પાંજરાપોળની જમીન બાબતે ક્યારેય કોઈપણ મિટિંગ મળી જ નથી. તેમ છતાં પોતાના પર લાગેલા આરોપોથી છૂટવા લાંગા મારા સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકારના તમામ ઉચ્ચ પદાધિકારીઓ, પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલને આ સાથે જોડવાનો બાલીશ પ્રયત્ન કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં રનવે ને અડી ફરી ઉડ્યું પ્લેન
Next articleદૈનિક રાશિફળ (તા.૨૬-૦૫-૨૦૨૩)