Home દુનિયા - WORLD માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન...

માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કર્યું

21
0

(જી.એન.એસ),તા.૦૧

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના માનનીય રાજ્યમંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના YB સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના માનનીય નાયબ મંત્રી સુશ્રી સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય હાઈ કમિશનર શ્રી વાય.એન.એ મલેશિયામાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ની પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કર્યુ. સમિટમાં 15 વિવિધ રાષ્ટ્રોના પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન (PIO)એ ભાગ લીધો હતો.

માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી અને PIO સમુદાયને માનનીય વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. સમિટ દરમિયાન ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર IAS ડો. રાહુલ ગુપ્તા એ પણ ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્વચ્છતા હી સેવા : શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ: શ્રી એમ. એ. ગાંધી (એમ.ડી, એસ.ટી. નિગમ)
Next articleઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના ૮૨માં વાર્ષિક સત્ર અંતર્ગત આયોજિત ટેકનીકલ પ્રદર્શનનો મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો