Home ગુજરાત ગાંધીનગર માણસા સબ ડિસ્ટ્રકિટ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરાઇ

માણસા સબ ડિસ્ટ્રકિટ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરાઇ

25
0

(જી.એન.એસ),તા.૧૪

ગાંધીનગર,

સમગ્ર વિશ્વમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાને વિશ્વ ઝામર સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય પ્રજાજનોમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાય અને સચોટ માર્ગદર્શનથી આંખોને થતું નુકશાન અટકાવી શકે છે.

આ વિશ્વ ઝામર સપ્તાહના અનુસંઘાનમાં ગાંધીનગર જિલ્લા અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ચરાડા અને સબ ડિસ્ટ્રકિટ હોસ્પિટલ, માણસાના સંયુક્ત ઉપક્રમે ઓપ્થેલીમિક સર્જન અને ઓપ્થેલીમિક આસીસ્ટંટ દ્વારા માણસાની સબ ડિસ્ટ્રકિટ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં આવેલ દર્દીઓને આંખના ઝામર વિશે સમજાવવામાં આવ્યું હતું. જેમાં ઝામર લક્ષણો તેનું નિદાન અને સારવાર કેવી રીતે આપવામાં આવે છે. તેના વિશે વિસ્તૃત જાણકારી આપીને લોકોને નિયમિત આંખોની તપાસ કરાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. વધતી ઉંમરે ઝામર નામનો આંખનો રોગ થઇ શકે છે, જેને અંગ્રેજીમાં ગ્લોકોમા કહે છે. ઝામરમાં આંખની અંદર અસામાન દબાણને કારણે ઓપ્ટિક નર્વના કોષોના નુકસાન થાય છે. જેના ઇલાજ ન કરાવીએ તો થોડાં વર્ષોની અંદર વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવી શકે છે.

આ રોગની સમસ્યા એ છે કે જેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી અને જયારે દેખાય ત્યારે દ્રષ્ટિ જતી રહી હોય છે. આ પરિસ્થિતિને રોકવા માટે ફરજિયાતપણે દરેક વ્યક્તિએ ૪૦ વર્ષની ઉંમર પછી આંખના ર્ડાકટર પાસે ઝામરનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. સમય સર નિદાન કરાવવાથી આંખને મોટું નુકશાન થતું અટકાવી શકાય છે. વધતી ઉંમરે આવતો આ રોગની ટ્રીટમેન્ટ ન કરાવીએ તો દ્રષ્ટિ છીનવી લે છે. માટે જ સરકાર દ્વારા આવા જન જાગૃત્તિ કાર્યક્રમ યોજીને લોકોને માહિતગાર કરવામાં આવે છે. જેથી પોતાની જાત તેમજ અન્ય લોકોને જીવનમાં ખૂબ મદદ રૂપ બને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લાના વાહનમાલિકો પોતાની પસંદગીના વાહન નંબરો મેળવી શકે તે માટે ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ઓનલાઇન હરાજી પ્રક્રિયા હાથ ધરાશે
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય