(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના માણસા નગરપાલિકા વિસ્તારમાં તા. ૨૪/૦૮/૨૦૨૪ થી હાલ સુધી ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. જે સિઝન નો આશરે ૪૨ ઇંચ (૧૦૫૦ મીમી) જેટલો વરસાદ છે. આ પરિસ્થિતિ અંતર્ગત નગરપાલિકા દ્વારા વરસાદના આંશીક વિરામ બાદ ભરાયેલા વરસાદી પાણી, સાફ સફાઈ, આરોગ્યને લગતી કામગીરી, રસ્તા રીપેરીંગની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરવામાં આવેલ છે. જેમાં નગરપાલિકાના કુલ ૨૭ ચો. કિ.મી વિસ્તાર કુલ અંદાજીત ૩૦૦થી પણ વધુ લોકો દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન નગરની સફાઈ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન કુલ ૧૦૦ ટનથી વધુ કચરાનો તાત્કાલીક નિકાલ કરવામાં આવ્યો છે. અને નગરજનોના આરોગ્યની કાળજી લેતા અંદાજીત ૨.૫ ટન જેટલા ચુનાના પાવડર, મેલેયોથોન વગેરેનો છંટકાવ કરવામાં આવ્યો હતો.તથા ફોગીંગ અને ઓઈલ છંટકાવ કરી મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો અટકાવવાના પણ પગલા લેવામાં આવ્યા છે.
ઉપરાંત પાણીજન્ય રોગોનો ફેલાવો રોકવા પીવાના પાણીનાં ૩૦ અલગ અલગ જગ્યાએથી ટેસ્ટીંગ કરવામાં આવ્યા બાદ કલોરીનેશન યુકત પાણી નગરજનો સુધી પહોંચાડવામાં આવ્યું છે. અને હેવી જેટીંગ મશીનરી થકી વરસાદથી પ્રભાવિત ભૂગર્ભ ગટર લાઈનની તાત્કાલિક સાફ સફાઈ શરુ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.