Home ગુજરાત માણસા તાલુકાના નાદરી અને ચાંદીસણા ગામના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા...

માણસા તાલુકાના નાદરી અને ચાંદીસણા ગામના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું

26
0

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર સામે ચાલીને ઘર ઘર સુધી યોજનાકીય લાભો આપવા આવી: ધારાસભ્યશ્રી જે. એસ પટેલ

(જી.એન.એસ),તા.૦૪

ગાંધીનગર,

માણસા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નાદરી અને ચાંદીસણા ગામે આવી પહોંચી હતી. સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચી છે ત્યારે નાદરી અને ચાંદીસણાના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર સામે ચાલીને ઘર ઘર સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા આવી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશના નાગરિકો પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા બયાન કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ, યુવાન, બહેનો અને ખેડુતોની ચિંતા કરી છે. આ તકે તેમણે આમજાથી ચાંદીસણા સુધીનો પાકો આરસીસી રોડ બનાવી આપવા કહ્યું હતું. વધુમાં ચાંદીસણા ગામના તળાવની સ્વચ્છતા માટે પણ કાર્ય હાથ ધરવાનું કહ્યું હતું.

આ કાર્યક્રમમાં નાદરી-ચાંદીસણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને આવનારી પેઢીને ફળદ્રુપ જમીન વારસામાં મળે તે માટેની જાગૃતિ માટે ‘ધરતી કહે પુકાર કે’ નાટકની સુંદર રજુઆત કરી હતી. કાર્યક્રમમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ચાંદીસણા ગામના ખેડૂત બળદેવજી ઠાકોરે ‘સોઇલ હેલ્થ કાર્ડ’ અને સૂર્યાબેન ઠાકોર દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના વિશેના પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. તેમણે દરેક લોકોને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે લાભાન્વિત કરાયા હતા. ઉપરાંત ચાંદીસણા પંચાયતને ‘નલ સે જલ’ અને ઓડીએફ વિલેજ માટે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ૨૦૪૭ સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા પોતાનું યોગદાન  આપવા શપથ લીધા હતા. ખેતીમાં ટેકનોલોજીનો વપરાશ વધે તે માટે કાર્યક્રમને અંતે ડ્રોન ડેમોન્સ્ટ્રેશન પણ યોજાયું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદેશ્ય ભારતના ગામડાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે ત્યારે નાગરિકો પણ આ યોજનાઓથી માહિતગાર થાય તે જરૂરી છે. ચાંદીસણા ખાતે માણસા તાલુકા પંચાયતની આરોગ્ય, ખેતી, શિક્ષણ, પુરવઠા વગેરે શાખાઓ દ્વારા વિવિધ યોજનાઓના સ્ટોલ દ્વારા ઉભા કરાયા હતા જેનો ગ્રામજનોએ બહોળો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી જયદીપ પટેેલ, ભાજપ  તાલુકા સંગઠન પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, ભાજપ તાલુકા સંગઠન મહામંત્રી પી. ડી. પટેલ, સરપંચશ્રી શૈલેષભાઈ પટેલ, તલાટીશ્રી વી. ડી. વાઘેલા, શિક્ષકો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field