Home ગુજરાત ગાંધીનગર માણસાના ઇટાદરા ખાતે ધારાસભ્યશ્રી જે. એસ. પટેલે હોમીયોપેથિક ઔષધિઓનું વિતરણ કરી મેગા...

માણસાના ઇટાદરા ખાતે ધારાસભ્યશ્રી જે. એસ. પટેલે હોમીયોપેથિક ઔષધિઓનું વિતરણ કરી મેગા આયુષ નિદાન સારવાર કેમ્પનો કરાવ્યો શુભારંભ

52
0

(જી. એન. એસ) તા. 18

ગાંધીનગર,

મેગા આયુષ નિદાન સારવાર કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ, લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર સહિતી બિમારીઓની સારવાર અપાઈ


હાલમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની માહિતી અને લાભ મળી રહે તે માટે ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલુ છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માણસાના ધારાસભ્યશ્રી શ્રી જે.એસ.પટેલ અને ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી શિલ્પાબેન પટેલના હસ્તે કુપોષિત બાળકોને હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેગા આયુષ નિદાન સારવાર કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ, લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર સહિત બિમારીઓની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. જેમાં જનરલ આયુર્વેદ ઓપીડીમાં સાંધા નો દુઃખાવો, ચામડીના રોગો, પેટના રોગો, શરદી ખાંસી વગેરે શરીરને લાગતી તમામ તકલીફોનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. જેનો 214 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જનરલ હોમીયોપેથી ઓપીડી અંતર્ગત પથરી, હરસ, મસા અને અન્ય તમામ શારીરિક તકલીફો માટે હોમીયોપેથી પદ્ધતિથી નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. જેમાં 132 લાભાર્થી નોંધાયા હતા. વધુમાં સ્ત્રીઓને લાગતી શારીરિક તકલીફો જેવી કે સફેદ પાણી પડવું, માસિક ને લગતી તકલીફો, યોનિમાર્ગમાં ખંજવાળ, બળતરા, નિઃસંતાનતા વગેરેની સારવાર પણ આપવામાં આવી જેની 38 બહેનોએ સારવાર લીધી હતી.
કેમ્પમાં બાળકોનું વજન ન વધવું, કૃમિ(કરમિયા), વારંવાર બાળક બીમાર પડવું, ભૂખ ન લાગવી જેવી બાળરોગનિ સારવાર આપવામાં આવી હતી જેમાં 42 બાળકોને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત આધુનિક જીવનશૈલીને લગતા વિવિધ રોગો જેવા કે બીપી, ડાયાબીટીસ, સ્થૂળતા, થાઈરોઈડ જેવી તકલીફોની આયુર્વેદ સારવાર આપવામાં આવી હતી જેના 36 લાભાર્થી નોંધાયા હતા. કેમ્પમાં વૃદ્ધોની વિવિધ શારીરિક તકલીફોનું નિદાન સારવાર કરી સારવાર આપવામાં આવી જેનો 37 વડીલોએ લાભ લીધો હતો. શરીરની પ્રકૃતિ(તાસીર) જાણી આપી તે માટે યોગ્ય જીવન શૈલી, ખોરાક અને આચરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેનો લાભ 35 લોકોએ લાભ લીધો હતો. આ સિવાય શરીરના રોગ પ્રમાણે યોગ્ય યોગાસનો અને પ્રાણાયામ વિશે યોગ નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેનો 56 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આમ, મેગા આયુર્વેદ સારવાર કેમ્પમાં કુલ 534 દર્દીઓએ સારવાર મેળવી હતી. કાર્યક્રમમાં રસોડાના વિવિધ ઔષધો, ઘરઆંગણા ની વનસ્પતિઓ, યોગ અને પ્રાણાયામ વિશે માહિતી આપતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેનો 500થી વધુ લોકોએ લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે લોકોની રોગપ્રતિરોધક શકિત વર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેનો 500થી વધુ લોકોએ પાન કર્યું હતું. આ કાર્યક્રમમાં માણસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રિયંકાબેન પટેલ, બાળ વિકાસ અધિકારી કિંજલબેન, જિલ્લા પંચાયતના અધિકારીગણ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field