Home ગુજરાત માંગરોળના પીપોદરા જી.આઈ.ડી.સી માંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો

માંગરોળના પીપોદરા જી.આઈ.ડી.સી માંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો

13
0

(GNS),27

સુરત જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતું સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતું કૌભાંડ ઝડપાયું છે. ટ્રક અને ત્યારબાદ મસમોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. હરિયાણા અને ગુજરાત સરકારની અનાજની બોરીઓ મળી આવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચન્ડ્રેસ ખતીકને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગરીબોને કોળિયા ના રૂપે અનાજ આપવામાં આવે છે. પંરતુ કેટલાક બેનંબરિયા ગરીબ ના કોરિયા નો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહિ પરંતુ અનેક વખત સુરત જિલ્લા માંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું રહેતું હોય છે. સુરત માં બે દિવસ માં ના સમયાંતર માં બે જગ્યાએથી મસમોટું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ નો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકે માંગરોળના પીપોદરા જી.આઈ.ડી.સી માંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો.

ટ્રક માં પાંચ નહિ દસ નહિ પરંતુ ૧૫૬ ઘઉં અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી. ટ્રક ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગ અને પોલિસ ને જાણ કરવામાં આવી હતી. અને ટ્રક ડ્રાયવર ને ઝડપી પાડતા તેની પૂછપરછ કરવામાં આવતા આ ટ્રક ગોધરા થી અન્ય ટ્રક અનાજ નો જથ્થો આવ્યો હતો. અને ત્યાથી ટ્રક માં અનાજ નો જથ્થો પલ્ટી કરી અહીં લાવ્યો હોવાનું જણાવ્યું હતું. અને નજીક ના ગોડાઉન માંથી ખાલી કરાતો હોવાનું જણાવ્યું હતું. હકીકત આધારે સવારે માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું. અને ગોડાઉન સ્ટર તોડતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. ગોડાઉન માં ૧૦૦ નહિ ૨૦૦ નહીં પણ ૧૨૮૩ કોથળા ઘઉં ના મળી આવ્યા હતાં. આ સાથે ચોખા ના કત્તા પણ મળી સ્થળ પર મળી આવ્યા હતા. તેમજ હજારો કિલો નો ઘઉં નો જથ્થો જે અનાજ સરકારી બોરીઓ માંથી ખાલી કરી ને અન્ય પ્લાસ્ટિક ના કોથળા માં ભરવામાં આવી રહ્યું હતુ.

મહત્વની નું છે કે પુરવાર વિભાગ અને પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામાં આવતા ગોડાઉન માંથી ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એફ.એસ.એસ.આઈ લખેલી તેમજ સરકારી સિલ લેબલ વારી બોરીઓ પણ મળી આવી હતી. કોસંબા પોલીસે ઓલપાડના ટ્રક ડ્રાઇવર સાજીદ મજિદ પઠાણ ની ઝડપી પાડ્યો હતો. તેમજ ઓલપાડ ના અનાજ માફિયા ચંદેશ ખતીક તેમજ અન્ય ત્રણ અજાણ્યા મજૂરોને વૉન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મહત્વ નું છે કે અનાજ માફિયાઓ દ્વારા અવાર નવાર ગરીબો ને આપતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝાડપાતું રહેતું હોય છે. પરંતુ આવા અનાજ માફિયાઓને કડકમાં કડક સજા થાય તે હવે જરૂરી બન્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરએસએસ સર સંઘ ચાલક મોહન ભાગવતે સુરતમાં જૈન મુનિ ગુણરત્નસુરી મહારાજ સાથે મુલાકાત કરી
Next articleશહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સામે રૂ.100 કરોડનો બદનક્ષી વળતરનો દાવો