(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૧૭
હાલ જાણે ગુજરાત રાજ્યમાં વિરોધ પ્રદર્શનની સિઝન ચાલતી હોય તેવો માહોલ ઊભો થયો છે. સૌથી પહેલા બિનસચિવાલય ક્લાર્કની ભરતીવાળા પરિક્ષાર્થીઓએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. ત્યાર બાદ લોક રક્ષક દળના પરિક્ષાર્થીઓ પણ હવે સરકાર વિરુદ્ધ છેલ્લા સાત દિવસથી અંદર ખાને વિરોધ કરી રહ્યા છે, એના પછી મહેસુલના કર્મચારીઓ પણ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ત્યારે હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે રાજ્યના સમગ્ર આરોગ્ય કર્મચારી આજે સરકાર વિરુદ્ધ ચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે અમે તમામ જગ્યાએ આંદોલનને લઈ આવેદન પત્રો પણ આપી દેવામાં આવ્યા હતા છતાં અમારી માંગનું નિરાકરણ ન આવ્યુ.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના લોકોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે સરકાર સાથે અમારી પહેલા પણ ગ્રેડ-પે બાબતે મુલાકાત થઈ છે. ત્યારે સરકારે અમને આ બાબતે આશ્વાસન આપી આંદોલન સમેટવાની બાંહેધરી આપી હતી. પરંતુ હજુ સુધી આમરી માંગ સંતોષાઈ નથી જેથી અમે આ આંદોલન શરૂ રાખીશું અને હજારોની સંખ્યામાં કર્મચારીઓ સાથે હડતાળ પર ઉતરી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવીશું. આજે અમારી મુખ્ય માંગ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેલનીકલ કર્મચારી ગણી ટેક્નિકલ પગાર ધોરણ આપવા. રાજ્ય સેવાની જેમ આરોગ્ય કર્મચારીઓને ત્રી-સ્તરીય માળખાનો લાભ પંચાયતને આપે. તેમજ ફાર્માસીસ્ટ ટેક્નિકલ કેડર હોઈ હાલના આર.આર મુજબ છઠા પગાર પંચ મુજબનો ૪૨૦૦નો ગ્રેડ-પે આપવામાં આવે. જ્યારે અન્ય ઘણી માંગણી છે. જો આમરી માંગ સરકાર ન સ્વીકારે અને માંગણી ના સંતોષાય તો ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સરકારે દસ મહિના પહેલા કેટલીક માંગોને સ્વીકારી લાગુ કરવાનો જવાબ આપ્યો હતો પરંતુ આજે એક વર્ષ પછી સરકાર ઘોર નિંદ્રામાં ઊંઘી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આરોગ્ય કર્મચારીને આરોગ્ય મેડીકલ પ્રભાગના લેબમાં પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધરી આપવામાં આવ્યું છે. એ પંચાયતના લેબ.ટેકને આપવામાં આવે, એમ.એસી.ની જગ્યા ઉપર શુન્ય બજેટમાં લેબોરેટરી સુપરવાઈઝર તરીકે કામગીરી સોંપી તેનું નિકાલ કરવામાં આવે. પરંતુ આજે ગુજરાત વિરોધ પ્રદર્શન માટે એક હબ બની ગયું છે. મોંઘવારી ઓછી થવાનું નામ નથી લેતી ત્યારે આંદોલન,વિરોધ પ્રદર્શન રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ગૌણ સેવના પરિક્ષાર્થીઓની માંગ રૂપાણી સરકારે સ્વીકારી લીધી છે ત્યારે હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની માંગો સરકાર સ્વીકાર કરશે…? કે પછી આંદોલન યથાવત રહશે…??
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.