(જી.એન.એસ),તા.૨૭
મુંબઈ,
આઈપીએલના પહેલી સીઝનના 16 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલમાં આઈપીએલની 2024 સીઝન ચાલુ પણ થઈ ચૂકી છે. 20 ફ્રેબુઆરી 2008ના રોજ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ ઓક્શન યોજાય હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પહેલી આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ધોનીએ આ વાત પોતે કરી છે કે, તેમને ઓક્શન પહેલા માર્કી ખેલાડી બનવા માટે એક મિલિયન ડોલર મળી રહ્યા હતા પરંતુ તેમણે ઓક્શનમાં જવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2007માં ભારતને પહેલો વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 2008ના આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 1.5 મિલિનયનમાં લીધો હતો.આઈપીએલની પહેલી જ સીઝનમાં ધોનીએ 16 મેચમાં 133.54ના સ્ટ્રાઈક રેટથી કુલ 414 રન બનાવ્યા હતા.
માર્કી ખેલાડીઓ તરીકે સ્ટાર ખેલાડીઓના જૂથને ઓળખવામાં આવે છે. આ તે ખેલાડીઓ હોય છે, જેમને આઈપીએલ ઓક્શન દરમિયાન મોટાભાગની ટીમો ખરીદવા ઇચ્છતી હોય છે. આ માટે દરેક ઓક્શન દરમિયાન આવા સમૂહની રચના કરવામાં આવતી હોય છે. મને પણ કહેવામાં આવ્યું હતુ તમે આ ફ્રેન્ચાઈઝી માટે માર્કી ખેલાડી બનવા માંગો છો. જલ્દી નિર્ણય લેવાનો હતો અને મે ઓક્શનમાં જવાનો નિર્ણય લીધો હતો. અને આ મારા માટે મોટું રિસ્ક હતુ. જેની પાસે માર્કી ખેલાડી નથી તેમાંથી જો મને કોઈ એક લે છે.ચેન્નાઈએ મને 1.5 કરોડમાં ખરીદ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.