Home ગુજરાત મહુધાના વડથલ ગામે પશુપાલકોના બે જૂથ ભેલાણ મુદ્દે એકબીજા સાથે મારામારી પર...

મહુધાના વડથલ ગામે પશુપાલકોના બે જૂથ ભેલાણ મુદ્દે એકબીજા સાથે મારામારી પર તૂટી પડ્યાં

20
0

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મારામારીનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહુધાના વડથલ ગામે બે પશુપાલકોના ટોળાએ ભેલાણ મુદ્દે લાકડી-ડંડા લઈને એકબીજા પર તૂટી પડ્યાં હતા. મહુધા પોલીસમાં આ‌ સંદર્ભે ક્રોસ ફરિયાદ નોધાઈ છે. મહુધા તાલુકાના વડથલ ગામે રહેતા રણછોડ રઘુભાઈ ભરવાડની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગતરોજ બપોરના સુમારે પોતાના ગામના સીમાડામાં ગાયો ચરાવતા હતા. તે દરમિયાન તેમના મોટાભાઈ મશરૂમભાઇનો તેમની પર ફોન આવ્યો અને જણાવ્યું હતું કે, હિતેશભાઈ તથા બીજા આઠ એક માણસો તેમની ઘરની સામે નહેર ઉપર આવેલા ખેતરમાં આવેલા છે અને ગમે તેમ અપશબ્દો બોલે છે.

જેના કારણે મશરુમભાઈ સહિત અન્ય લોકો ત્યાં ગયા હતા અને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં તમે ગાયો કેમ ચરાવો છો, તેમ કહેતાં સામેવાળા વ્યક્તિઓ ગાળો બોલવા લાગ્યાં હતા અને ગાળો બોલવાની ના પાડતા લગભગ નવ વ્યક્તિઓનું ટોળું એક સંપ થઈ લાકડી લઈ આવી મશરૂમભાઇ સહિત તેમના સ્વજનો ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે રણછોડ ભરવાડે મહુધા પોલીસમાં હિતેશ કાળુભાઈ ભરવાડ, પોપટ પુનાભાઈ ભરવાડ, કમલેશ પુનાભાઈ ભરવાડ, સતિષ પુનાભાઈ ભરવાડ, પુના વાઘાભાઈ ભરવાડ, કાળુ વશરામભાઈ ભરવાડ, રયા વશરામભાઈ ભરવાડ, રાજુ કાળુભાઈ ભરવાડ અને લાલા કાળુભાઈ ભરવાડ (તમામ રહે.વડથલ) સામે ફરિયાદ નોંધાવી છે.

તો વળી સામાપક્ષે હિતેશ કાળુભાઈ ભરવાડની ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમે મશરૂમ રઘુભાઈ ભરવાડના ઘર નજીક આવેલા નહેર પાસે પડતર ખેતરમાં ગાયો-ભેંસો ચરાવતા હતા. તે દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ અહીંયા અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો, તેમ કહીં જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા અને એક સંપ થઈ આવી હાથમાં લાકડીઓ લઈ આવી અમારી પર હુમલો કર્યો હતો.

આથી હિતેશભાઈ ભરવાડે પણ આ મામલે મસરુમ રઘુભાઈ ભરવાડ, હરજી રઘુભાઈ ભરવાડ, રયા રઘુભાઈ ભરવાડ, રણછોડ રઘુભાઈ ભરવાડ, ગોવિંદ મખાભાઈ ભરવાડ, બુધા ઇન્દુભાઇ ભરવાડ અને સાદુલ ઇન્દુભાઇ ભરવાડ (તમામ રહે.વડથલ) સામે ફરિયાદ નોંધાવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેડૂત સાડાપાંચ ફૂટ દેશી પ્રજાતિની દૂધી સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા
Next articleખેડાના મલારપુરા પાસે મોટરસાયકલ સ્લીપ થતા ચાલકનું સારવાર દરમિયાન થયું મોત