Home ગુજરાત ગાંધીનગર મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

2
0

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરકારી મહિલા અધિકારી/કર્મચારીઓ માટે ત્રિ- દિવસીય વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનો અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિએ કરાવ્યો શુભારંભ

(જી.એન.એસ.) તા.5

ગાંધીનગર,

  સચિવાલય તાલીમ કેંદ્ર ગાંધીનગર, દ્વારા સચિવાલયના કર્મચારીઓ માટે પૂર્વ સેવા તાલીમ ઉપરાંત સચિવાલય અને ગાંધીનગર સ્થિત ખાતાના વડા અને અન્ય કચેરીઓના અધિકારી- કર્મચારીઓ માટે રાજ્ય સરકારની તાલીમ નિતીને સફળ બનાવવા વિવિધ તાલીમ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.

 સચિવાલય તાલીમ કેંદ્રના સંયુક્ત નિયામકશ્રી સુ શ્રી મનીષાબેન પટેલ દ્વારા કર્મચારીઓની તાલીમ અસરકારક બનાવવા સેવાને લગતા વિષયો ઉપરાંત નવતર બાબતો જેવી કે,વ્યાવસાયિક નિતિમત્તા, યોગા, આયુર્વેદ, યોગ્ય આહાર, પ્રેરણાત્મક અને તનાવ સંતુલન જેવા તાલીમ કાર્યક્રમો તૈયાર કરાયા છે, જેના ભાગરુપે સચિવાલય તાલીમ કેંદ્ર સ્પીપા ગાંધીનગર દ્વારા પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા.૦૫ માર્ચ થી ૦૭ માર્ચ ૨૦૨૫ દરમ્યાન સરકારી મહિલા અધિકારી- કર્મચારીઓના સશક્તિકરણ માટે વિશિષ્ટ તાલીમ સ્ટ્રેન્થ ટુ લીડરશીપ – વહીવટમાં મહિલાઓનું સશકિતકરણનું આયોજન કરવામા આવ્યું છે. જેમા સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ માટે એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી અંગેના વ્યાખ્યાન, યોગા અને સ્વસુરક્ષા સંબંધિત કાર્યક્રમો તથા માનસિક સશક્તિકરણ જેવા વિષયો પર ખ્યાતનામ વ્યાખ્યાતાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત, યોગ નિષ્ણાતો દ્વારા યોગ આસનો, પ્રાણાયામ અને મેડિટેશનની તાલીમ તથા સ્વસુરક્ષા સબંધિત તાલીમ પણ આપવામા આવશે.

આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી જયંતિ રવિના હસ્તે કરાવવામાં આવ્યો હતો. અધિક મુખ્ય સચિવશ્રી જયંતિ રવિ દ્વારા તેઓના પ્રેરણાદાયી પ્રવચનમાં વ્યવસાયિક,સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક બાબતોને આવરીને તાલીમાર્થીઓને સરકારમા સક્ષમ અને સંનિષ્ઠ કામગીરી માટે પ્રેરણા આપી હતી.

આ તાલીમનો ઉદ્દેશ મહિલાઓને જરૂરી કુશળતાઓ, જ્ઞાન અને આત્મ વિશ્વાસથી સજ્જ કરવાનો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા, તેમજ તેમની કાર્યક્ષમતા અને ઉર્જાને વધારવાનો તથા તેઓના કૌશલ્ય અને શક્તિનો સરકારના વહીવટમા ઉચિત યોગદાનનો છે. આ કાર્યક્રમનું લક્ષ્ય મહિલાકર્મીઓની નેતૃત્વ ક્ષમતાઓ વધારવાનો, લિંગ આધારિત પૂર્વગ્રહોને દૂર કરવાનો અને સંઘર્ષનો સામનો કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરવાનો છે, જેથી મહિલાઓ કાર્યસ્થળમાં વધુ સંકલિત અને સહાયક વાતાવરણ બનાવવામા પોતાની ક્ષમતાનો પરિચય આપી શકે અને મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે.

સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગર ભવિષ્યમા પણ કર્મચારીઓના સર્વાંગી વિકાસ માટે આવા નવતર કાર્યક્રમો યોજવા કટિબધ્ધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field