Home દેશ - NATIONAL મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યના વરિષ્ઠ OBC નેતા છગન ભુજબળે ચોંકાવનારો ખુલાસો કર્યો

મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યના વરિષ્ઠ OBC નેતા છગન ભુજબળે ચોંકાવનારો ખુલાસો કર્યો

19
0

(જી.એન.એસ),તા.૦૪

મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી અને રાજ્યના વરિષ્ઠ OBC નેતા છગન ભુજબળે શનિવારે ખુલાસો કર્યો કે, તેમણે 16 નવેમ્બરે જ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જો કે હજુ સુધી તેનો સ્વીકાર કરવામાં આવ્યુ નથી. ભુજબળે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ દેવેન્દ્ર ફડણવીસે તેમને, મરાઠા અનામત મામલે મૌન રહેવા કહ્યું હતું. ઓબીસી કેટેગરીમાં મરાઠાઓને અનામત આપવાના વિરોધમાં એનસીપી નેતાએ મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. અહેમદનગરમાં એક ઓબીસી રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં આપી દીધેલા રાજીનામા પર મૌન રહ્યાં છે, કારણ કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને જાહેરમાં આ વિશે ન બોલવાનું કહ્યું હતું. તેમણે કહ્યું, “હું આ અંગે મૌન રહ્યો, પરંતુ કેટલાક લોકો હવે ઓબીસીની તરફેણમાં બોલવા બદલ મને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. હું મારા અંતિમ શ્વાસ સુધી OBC માટે લડીશ. છગન ભુજબળે શિવસેનાના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો ઉલ્લેખ કરતા આ વાત કહી.   

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયકવાડે ભુજબળ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મંત્રી પદ પરથી રાજીનામું માંગ્યું હતું. ભુજબળના જણાવ્યા અનુસાર, જાલના જિલ્લાના અંબડમાં ઓબીસી રેલી માટે નીકળતા પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. ઓબીસી વર્ગમાંથી મરાઠા આરક્ષણ સામે અવાજ ઉઠાવનારા ભુજબળે છેલ્લા અઢી મહિનામાં રાજ્યભરમાં અનેક રેલીઓને સંબોધિત કરી છે. તેમના રાજીનામાના પત્રમાં ભુજબળે કહ્યું કે તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેમના કેટલાક કેબિનેટ સાથીદારો મરાઠા આરક્ષણ સંબંધિત તેમના સ્ટેન્ડ સાથે સહમત નથી. ભુજબળે મહારાષ્ટ્ર પછાત વર્ગ આયોગ દ્વારા મરાઠા સમુદાયના તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વે ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે માહિતી એકત્ર કરતી વખતે ગણતરીકારો દ્વારા જૂઠાણું નોંધવામાં આવે છે. મહારાષ્ટ્રની શિંદે સરકારે 27 જાન્યુઆરીએ કુણબી પૃષ્ઠભૂમિ ધરાવતા મરાઠા સમુદાયના સભ્યોના રક્ત સંબંધીઓને કુણબી પ્રમાણપત્રો આપવાનું જાહેરનામું બહાર પાડ્યા પછી OBC સમુદાયની આ પ્રથમ જાહેર રેલી હતી. ભુજબળની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ફડણવીસે કહ્યું, “મુખ્યમંત્રી ભુજબળના રાજીનામા પર ટિપ્પણી કરવા વધુ સક્ષમ હશે. આ સમયે હું એટલું જ કહીશ કે મુખ્યમંત્રીએ હજુ રાજીનામું સ્વીકાર્યું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“જાણ્યા વિના અન્ય કોઈ ધર્મ સાથે સરખામણી ન કરો” : ધીરેન્દ્ર શાસ્ત્રી
Next articleસિદ્ધુ મુસેવાલા હત્યા કેસના બે આરોપીને AGTFએ ઝડપી લીધા