Home દેશ - NATIONAL મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આદિત્ય ઠાકરેએ ટિ્‌વટર પરથી મંત્રીપદ હટાવ્યું

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આદિત્ય ઠાકરેએ ટિ્‌વટર પરથી મંત્રીપદ હટાવ્યું

45
0

(જી.એન.એસ),તા.૨૨
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ રાજકીય ઉથલપાથલ વચ્ચે ટિ્‌વટર પર પોતાના બાયોમાંથી મંત્રીપદ હટાવી દીધુ છે જેને જાેતા અટકળો વધી ગઈ છે. સમગ્ર મામલે હવે શિવસેના નેતા સંજય રાઉતે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઘમાસાણ જાેવા મળી રહ્યું છે તે વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ થયા છે. તેઓને હાલ સારવાર અર્થે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એકનાથ શિંદે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર ફેક્સ કરી શકે છે. આ પત્ર દ્વારા તેઓ લગભગ ૪૦ વિધાયકોનું મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન ન હોવાનો દાવો રજૂ કરી શકે છે. આ પત્રના આધારે રાજ્યપાલ પછી ફ્લોર ટેસ્ટનો ર્નિણય લેશે. આ ર્નિણય લેવાય તો ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવાનો વારો આવી શકે છે. અસમના ધારાસભ્ય હિમંત બિસ્વા સરમા ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદે પોતાના સાથી વિધાયકો સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. ગુવાહાટીમાં તેમણે કહ્યું કે અહીં ૪૦ વિધાયકો છે અને અમે બધા બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને તેમની ભૂમિકાને આગળ લઈ જવા માંગીએ છીએ. મારે તેના પર કોઈ ટીકા ટીપ્પણી કરવી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅફધાનિસ્તાનમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ : ૧૫૫ના મોત
Next articleગ્રાહકે રૂ ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ કરતાં કાર વેચનાર ડીલરશીપના કર્મચારીઓ પણ ધંધે લાગી ગયા હતા