(જી.એન.એસ) તા. 30
સોલાપુર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોસભ્ય ચૂંટણી માટે મહારાષ્ટ્ર માં સોલાપુર જિલ્લાના માલશિરસમાં એક રેલી ની સંબોધતા વખતે એન સી પી ને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રના નેતા કેન્દ્રીય કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતો તેમના લેણાં માટે શેરડી કમિશનમાં જતા હતા. પીએમ મોદીએ શરદ પવારનું નામ લીધા વિના નિશાન સાધતા કહ્યું કે, તે મહારાષ્ટ્રમાં ‘ભટકતી આત્મા’ છે. મહારાષ્ટ્ર આનો શિકાર બન્યું છે.
પી એમ મોદીએ રેલીમાં કહ્યું, “આ ખેલ આ જ નેતાએ 45 વર્ષ પહેલા શરૂ કર્યો હતો. તે માત્ર તેમની અંગત મહત્વાકાંક્ષાઓ માટે હતો અને પછી મહારાષ્ટ્ર હંમેશા અસ્થિર રાજ્ય રહ્યું. પરિણામ એ આવ્યું કે ઘણા મુખ્યમંત્રીઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા.” માલશિરસ રેલીમાં મોદીએ મતદારોને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોની તરફેણમાં મતદાન કરીને તેમના મતનો વ્યય ન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, “લોકસભામાં સાદી બહુમતી માટે જરૂરી ન્યૂનતમ બેઠકોની સંખ્યા પણ ન લડનારાઓને આપીને તમારો મત શા માટે બગાડો?”
ખૂબ મોટી સંખ્યામાં આવે લોકોને વડાપ્રધાન મોદીએ રેલીમાં કહ્યું હતું કે, દેશે કોંગ્રેસને 60 વર્ષ શાસન કરવાનો મોકો આપ્યો અને આ 60 વર્ષમાં દુનિયાના ઘણા દેશો સંપૂર્ણ બદલાઈ ગયા, પરંતુ કોંગ્રેસ ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચાડી શકી નથી. “વર્ષ 2014માં લગભગ 100 સિંચાઈ પરિયોજનાઓ હતી જે ઘણા દાયકાઓથી પેન્ડિંગ હતી. તેમાંથી 26 પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હતા. કલ્પના કરો કે, કોંગ્રેસે મહારાષ્ટ્રને કેટલો મોટો દગો આપ્યો છે. “વર્ષ 2014માં સરકાર બન્યા પછી મેં આ સિંચાઈ યોજનાઓમાં સંપૂર્ણ રીતે શક્તિ લગાવી દીધી છે.”
શરદ પવાર પર ફરી નિશાન સાધતા મોદીએ કહ્યું કે 15 વર્ષ પહેલા એક દિગ્ગજ નેતા અહીં ચૂંટણી લડવા આવ્યા હતા અને પછી તેમણે અસ્ત થતા સૂર્યનાં શપથ લીધા હતા કે તેઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડશે. “પરંતુ તેણે પોતાનું વચન પૂરું ન કર્યું, હવે તેને સજા કરવાનો સમય આવી ગયો છે,” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે દેશમાં મજબૂત સરકાર હોય છે, ત્યારે તેનું ધ્યાન વર્તમાન અને ભવિષ્ય પર હોય છે. મોદીએ કહ્યું કે લોકો તેમની સરકારના 10 વર્ષ અને કોંગ્રેસના 60 વર્ષના શાસન વચ્ચેનો તફાવત જોઈ રહ્યા છે. કોંગ્રેસ જે 60 વર્ષમાં નથી કરી શકી તે તમારા આ સેવકે 10 વર્ષમાં કરી બતાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ દરેક ચૂંટણીમાં ગરીબી હટાવવાની વાત કરતા રહેતા હતા, પરંતુ ક્યારેય કોઈ નક્કર પગલાં લીધા નથી. મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકાર 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહી છે અને 80 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.