રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૩૪.૦૧ સામે ૫૯૫૮૫.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૬૮૭.૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૩૩.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯૩.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૮૪૦.૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૯૧.૮૦ સામે ૧૭૮૦૫.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૨૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૧.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૬૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. મહામારી બાદ હવે સમગ્ર વિશ્વમાં મંદી આવવાના ચિંતાજનક અહેવાલને પગલે ભારતીય શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગી હતી અને શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ બની રહ્યો હતો. અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના મૂલ્યમાં રિકવરી બાદ આજે ફરી ડોલર મજબૂત બનતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચકાતાં ભારત સહિતના આયાત પર નિર્ભર દેશો માટે નેગેટીવ પરિબળ સાથે ફિચ દ્વારા ભારત માટે વર્ષ ૨૦૨૨-૨૩નો જીડીપી વૃદ્વિનો અંદાજ ૭.૮%થી ઘટાડીને ૭% મૂકવામાં આવતાં ફંડોએ આજે સતત ત્રીજા દિવસે શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વૈશ્વિક બજારોમાં અમેરિકાની નરમાઈએ આઈટી શેરોમાં સતત ઓફલોડિંગ થતાં અને રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ, ટેક, ઓટો, ઈન્ડસ્ટ્રિયલ્સ, એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૫૯૦૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી જ્યારે નિફટી ફ્યુચર ૩૩૧.૭૦ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૧૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૯.૬૮ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, આઈટી, બેઝિક મટિરિયલ્સ, ટેક, ઓટો, ઈન્ડસ્ટ્રિયલ્સ, એનર્જી, સીડીજીએસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૩૨ અને વધનારની સંખ્યા ૯૭૨ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મોંઘવારી અને તેને ડામવા કરવામાં આવી રહેલ વ્યાજદર વધારાની અસર ભારત સહિત વિશ્વના અર્થતંત્ર પર પડવાની આશંકાઓ વધતી જઈ રહી છે. ભારત સરકારના રદિયા છતા રેટિંગ એજન્સીઓને ભારતના વિકાસ પથ પર આશંકા સેવી રહી છે. દિગ્ગજ રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે ફિચે તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૭% કર્યો છે. જૂન ૨૦૨૨માં આ અનુમાન ૭.૮% અંદાજવામાં આવ્યું હતુ. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૬.૭% કરવામાં આવ્યો છે, જે અગાઉ ૭.૪% હતો. વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ વધતી જતી મોંઘવારી અને કડક મોનિટરી પોલિસીને ધ્યાનમાં રાખીને અર્થતંત્રમાં મંદીની આશંકા છે.
એજન્સીના મતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ વર્ષના અંત પહેલા રેપો રેટ વધારીને ૫.૯% કરશે. ભારતમાં વ્યાજદર ટૂંક સમયમાં જ પીક પર પહોંચશે અને આવતા વર્ષે ૬% પર રહેશે તેમ ફિચે ઉમેર્યું હતુ. વૈશ્વિક વૃદ્ધિના સંદર્ભમાં ફિચે કહ્યું કે ૨૦૨માં ગ્લોબલ GDP વૃદ્ધિ ૨.૪% રહેવાની અપેક્ષા રાખે છે, જે જૂનના અનુમાનથી ૦.૫% પોઇન્ટ ડાઉનગ્રેડેડ છે. આ સિવાય ૨૦૨૩ માટે વૃદ્ધિનું અનુમાન ૧% ઘટાડીને ૧.૭% કરવામાં આવ્યું છે. યુરોપના દેશો માટે એનર્જીના ભાવ સૌથી મોટી સમસ્યા છે. યુરોઝોન અને બ્રિટન આ વર્ષના અંતમાં મંદીમાં ગરકાવ થશે અને અપેક્ષા છે કે અમેરિકામાં ૨૦૨૩ના મધ્યમાં હળવી મંદી જોઈ શકાય છે. અમેરિકાનો વૃદ્ધિ દર ૨૦૨૨ માટેનો અંદાજ ૧.૨% ઘટાડીને ૧.૭% અને ૨૦૨૩ માટે ૦.૫% ઘટાડીને ૧.૦% કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.