Home ગુજરાત મણીનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા “ફિર એક બાર મોદી સરકાર”ના સ્લોગન...

મણીનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા “ફિર એક બાર મોદી સરકાર”ના સ્લોગન સાથે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું

20
0

(જી.એન.એસ),તા.૧૭

અમદાવાદ,

મણીનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા આગામી લોકસભામાં ફિર એક બાર મોદી સરકાર ના સ્લોગન સાથે મણિનગર વિઘાનસભામાં આવતા ચારે વોર્ડના સંગઠનના હોદ્દેદારોની સંયુક્ત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટનું શુભારંભ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ભાજપ શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ પી. શાહ, અમદાવાદ પૂર્વ ના લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ ના લોકસભા સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી તથા પૂર્વ ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ અને સાથે અન્ય ધારાસભ્યો તથા મહાનુભાવોની અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં ક્રિકેટ મેચ નો પ્રારંભ કરવામાં આવ્યો, મણીનગર ની એલ.જી હોસ્પીટલ પાસે વ્યાયામ શાળા ગ્રાઉન્ડમાં અખંડ ભારત દેશનો નકશો બનાવી તેમાં “ફિર એક બાર – મોદી સરકાર” ના સ્લોગન સાથે ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની માનવ સાંકળ બનાવીનેને સમગ્ર ભારતમાં કમળ ખિલાવીને આખા વિશ્વ માં લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોને વધુ વેગ સાથે મજબૂત કરવાના મેસેજ સાથે સૌ એક સાથે મેચ જોડે રમીને સંગઠન ના લોકોની જોડે મળીને દેશમાં ભાજપ ને આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જનસમર્થન થી બહુમતી મળે તેને ધ્યાન માં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાશિ ખન્ના અને વિક્રાંત મેસી આગામી બે ફિલ્મોમાં સાથે જોવા મળશે
Next articleકચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને જીઆઈ-ટેગ:કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ