Home મધ્ય ગુજરાત અમદાવાદ મકાઈના પાકમાં રોગ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના પગલાં

મકાઈના પાકમાં રોગ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના પગલાં

29
0

(જી.એન.એસ) તા. 25

તંદુરસ્ત માનવ શરીર માટે રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે એવી જ રીતે રોગમુક્ત પાક માટે રોગપ્રતિકારક પગલાં લેવા આવશ્યક છે ખાસ કરીને મકાઈના પાક માટે વાવણી સમયે જ કેટલાક પગલાં ભરવામાં આવે તો રોગ ફેલાતો અટકાવી શકાય છે જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગર દ્વારા મકાઈની ખેતી કરતા જિલ્લાના ખેડૂત મિત્રો માટે મકાઈના પાકમાં રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના થતા પગલાં અંગે જરૂરી જાણકારી આપવામાં આવી છે.

મકાઈના પાકમાં બિયારણની પસંદગી કરી રોગપ્રતિકારક જાતો તથા રોગ મુક્ત બિયારણ પસંદ કરવું. જમીનમાં એકના એક પાક ન લેતા પાકની ફેર બદલી કરવી. પાનના સુકારા તેમજ તળછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ. આ. પી. સં. મ – ૧,ગુ. આ. પી. સં. મ – ૨,ગુ. આ. પી. સં. મ – ૩, ગંગા સફેદ-૨, ગુજરાત મકાઈ – ૨,૪,૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી.

મકાઈના પાકમાં ટપકાં વાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે જેની સામે રક્ષણ માટે બીજને કીટનાશક તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮%  + થાયામેથોક્ઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ./ કિ. ગ્રામ પ્રમાણે સમપ્રમાણ પાણી ભેળવી બીજને માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું.

 આવીજ રીતે મકાઈમાં ગાભમારાની ઈયળ નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા. તેમજ ઉપદ્રવ ઓછો રહે તે માટે મકાઈની વાવણી 15 જૂનથી 30 જૂન સુધીમાં કરવી. પાછોતરા સુકારા માટે એક હેક્ટરે 1000 કિલો લીંબોળી નો ખોળ વાવેતર વખતે ચાસમાં આપવો. જો મકાઈમાં બીજનો કોહવારો હોય અથવા ઉગતા છોડનો સુકારો હોય તો તે માટે બીજને થાઈરમ 40 એફએસ અથવા થાયરમ 75 ડબલ્યુ એસ ૨-૩ ગ્રામ પ્રતિ કિલો ગ્રામ બીજની માવજત આપીને વાવણી કરવી અથવા ટ્રાયકોડર્મા 6 ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દિઠ માવજત આપીને વાવવા. મકાઈ ના પાછળના ભાગે પૂંછડે ચાર ટપકાં વાળી લશ્કરી ઈયળ અથવા ફોલ આર્મીવોર્મના નિયંત્રણ માટે મકાઈની વાવણી પહેલા 10 થી 15 દિવસે લીમડાનો ખોળ 250 કિલો ગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફુદા નીકળવાનું પ્રમાણ ઘટશે. મકાઈ માં પાછોતરો સુકારો રોગના નિયંત્રણ માટે વાવતા પહેલા ચાસમાં કાર્બોફ્યુરાન ૩જી ૩૩ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા લીંબોળી નો ખોળ એક ટન પ્રતિ હેક્ટર નાખવા અને એક કિલો બીજ દીઠ ૩૦ ગ્રામ કાર્બોસલફાન 25 એસડી માવજત આપવી.

મકાઈના પાકમાં રોગ જીવાતના સંકલિત  વ્યવસ્થાપન માટેના બધા જ પગલાં ઉપરાંત પિયત અને રાસાયણિક ખાતરનો અને દવાનો વપરાશ ભલામણ મુજબ જ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાહનની પંસદગીના નંબરોની મેળવવા ઓનલાઈન ઓક્શન પ્રોસેસ સંબધિત
Next articleમધ્ય પ્રદેશ સરકારે 1972 નો નિર્ણય બદલ્યો