Home ગુજરાત ગાંધીનગર મંદિરોને તોડી પાડવા માટેની તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા ભારે રોષ

મંદિરોને તોડી પાડવા માટેની તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા ભારે રોષ

17
0

ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

ગાંધીનગરમાં સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા ગેરકાયદેસર મંદિરોને તોડી પાડવા માટેની તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા ધર્મપ્રેમી જનતામાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળની આગેવાનીમાં જય શ્રીરામનાં નારા સાથે રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા નાની દેરીઓ – મંદિરોઓને દબાણના નામે તોડી પાડવા માટે તંત્ર દ્વારા સંબંધિત વ્યક્તિઓને નોટિસો ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા મંદિરો તોડી નાખવા મામલે નોટિસો આપવામાં આવતા ધર્મ પ્રેમી જનતામાં રોષ વ્યાપી ગયો છે. તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પણ મંદિરોને તૂટતાં બચાવવા માટે મેદાને આવી ગયું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાનીમાં જય શ્રી રામના નારા સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ છે કે, ગાંધીનગરમાં 17 જેટલા મંદિરોને નિશાન બનાવી તોડવાનાં નિર્ણયનોં અમારો ઉગ્ર વિરોધ છે. મંદિરો લોકોનું આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે સાથે સનાતન સંસ્કૃતિનું પ્રતિક છે. હિંદુ ધર્મનાં મુળ સમાન પ્રતિક નેં આજે નહીં ક્યારેય મીટવા નહીં દઈએ અને મંદિરોને નિશાન બનાવી તોડી પાડવાની પ્રવૃતિ સાખી નહીં લેવાય. અમારો તંત્રને વેધક પ્રશ્ન છે કે શા માટે માત્ર મંદિરો જ નિશાન બને છે ? કેમ ગેરકાયદેસર મસ્જિદો, મદ્રેસા, નગરમાં ખુલ્લામાં ગેરકાયદેસર ચાલતી ઇંડા, નોનવેઝની હાટડીઓ તંત્ર દ્વારા કેમ ચાલવા દેવાય છે ? અમો આપને ઉગ્ર શબ્દોમાં ઉગ્ર ચેતવણી સાથે ઉગ્ર વિરોધ સાથે સરકાર અનેં તંત્રનો માત્ર મંદિરોનેં નિશાન બનાવવાનો હિન પ્રયાસનોં નિર્ણય પરત લેવામાં આવે. અન્યથા અગામી દિવસોમાં ઉભી થનાર અશાંત પરિસ્થિતિનીં જવાબદારી પ્રસાશનની રહેશે. આ નિર્ણયને પરત નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં રેલ રસ્તા રોકો, શહેર બંધ પાડી આંદોલન કરવાની પણ વિહિપ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનમાં ગેમી વાવાઝોડાની તબાહી, 22 લોકોના મોત, 11 હજારથી વધુ લોકોને સ્થળાંતર થયું
Next articleSuzlon Energy ને બ્રોકરેજ ટાર્ગેટ પ્રાઇસ તોડ્યા