Home દેશ - NATIONAL ભોપાલમાં 3 વર્ષની બાળકી પર રેપના આરોપી પર થઇ કાર્યવાહી

ભોપાલમાં 3 વર્ષની બાળકી પર રેપના આરોપી પર થઇ કાર્યવાહી

48
0

મધ્યપ્રદેશના ભોપાલમાં 3 વર્ષની છોકરી પર રેપ કરનાર ખાનગી સ્કુલના ડ્રાઈવરના ઘરને તોડી નાંખવામાં આવ્યું છે. રેવન્યુ વિભાગે, પોલીસ અને નગર નિગમે સંયુક્ત કાર્યવાહી કરતા આ કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી ડ્રાઈવર દ્વારા શાહપુર ક્ષેત્રમાં વસંતુ કુજ કોલોનીની પાસે ટંકની સામેના ગાર્ડનની જમીન પર કબજો કરીને ગેરકાયદેસર રીતે મકાન બનાવીને અતિક્રમણ કર્યું હતું.

બાળકી સાથે રેપના મામલામાં પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહીની સાથે જ જિલ્લા પ્રશાસનના નેતૃત્વમાં અતિક્રમણને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મકાન તોડતા પહેલા ડ્રાઈવરના પરિવારે પાસે મકાન ખાલી કરાવવામાં આવ્યું હતું. તે પછીથી કાર્યવાહી કરાવવામાં આવી હતી. કલેક્ટર અવિનાશ લવાનિયાએ એસડીએમ અને ડીઈઓને નિર્દેશ આપ્યા છે કે તમામ સ્કુલ બસો( જેમાં બાળકીઓ અવર-જવર કરે છે)માં મહિલા સ્ટાફ જરૂરી છે અને તેની સાથે જ રેકોર્ડિંગ કેમેરો પણ અનિવાર્ય છે. સતત તમામ બસોની તપાસ કરવામાં આવે.

અલગ-અલગ ટીમો બનાવવામાં આવે અને બસોની સમયે-સમયે તપાસ થતી રહે. કલેક્ટરનો નિર્દેશ છે કે બાળકોની સુરક્ષાની જવાબદારી સ્કુલોના મેનજમેન્ટની છે. તેમાં બેદરકારી થવા પર મેનેજમેન્ટને પણ જવાબદાર ઠેરવવામાં આવશે અને તેની વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ભોપાલની જાણીતી ખાનગી સ્કુલમાં નર્સરીમાં ભણતી એક છોકરી પર એક બસ ડ્રાઈવરે રેપ કર્યો હતો.

છોકરીના પરિવારના સભ્યોએ પોલીસને કહ્યું કે સ્કુલમાંથી જ્યારે છોકરી ઘરે આવી તો કપડા બદલતી વખતે છોકરીની માતાએ તેના પ્રાઈવેટ પાર્ટ પર નિશાન જોયા, તે પછીથી તે હેરાન થઈ ગઈ હતી. બાળકીના પરિવારના સભ્યોએ જ્યારે આ વાતની મેનેજમેન્ટને ફરિયાદ કરી તો તેણે આ આરોપોથી ઈન્કાર કર્યો હતો. પછીથી પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પોક્સો અને ધારા 376 અંતર્ગત કેસ નોંધાવ્યો અને સાથે જ બસમાં હાજર મહિલા હેલ્પરની પણ પોલીસે ધરપકડ કરી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમિત્રોએ પ્લાન બનાવીને એક મિત્ર સાથે એવી હરકત કરાવડાવી કે અફરાતફરી મચી ગઈ
Next articleપ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા, બંનેની મુલાકાત બાદ બંને વચ્ચે 45 મિનિટ બેઠક થઈ