Home ગુજરાત ભાવનગરમાં કાપડની દુકાનમાં આગ ભભૂકી ઉઠી, સર સામાન બળીને ખાખ થયો

ભાવનગરમાં કાપડની દુકાનમાં આગ ભભૂકી ઉઠી, સર સામાન બળીને ખાખ થયો

25
0

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાં રાત્રે આગ લાગી હતી. આ આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનવા અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટની કાપડવાળા નામની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

જે બાદ ફાયરનો સ્ટાફ તેમજ પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ફાયરબ્રિગેડના સ્ટાફે બે ગાડી પાણીનો મારો ચલાવી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ​​​​​​​ભરતનગર વિસ્તારમાં રાત્રે ચકુબેન કાપડવાળાની માલિકીની દુકાનમાં રાત્રે આગ લાગતાં દુકાનમાં રાખેલો સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

જેમાં રૂમાલ, આશીનિયા, ચાદર સહિતનો સમાન બળી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા. જો કે આગ લાગવાનું કારણે કે, નુકસાની જાણવા મળી ન હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરતમાં લાવવાનો પ્રત્યત્ન કરતા ૧ શખ્શની  SOG પોલીસે ઝડપ્યો
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી