Home ગુજરાત ભાવનગરના ટીમાણાની શાળાનો પ્રોજેક્ટ પ્રથમ સ્થાને આવ્યો

ભાવનગરના ટીમાણાની શાળાનો પ્રોજેક્ટ પ્રથમ સ્થાને આવ્યો

24
0

તાજેતરમાં યોજાયેલ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ અને ઓટોમેશન મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૨ ન્યૂ દિલ્હીમાં યોજાઇ ગઇ જેમાં માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરની શિક્ષણ સંસ્થાઓના મોડેલ રજૂ કરાયા હતા અને પોતાની રીતે ઇનોવેશન ની પ્રસ્તૂતિ કરવામાં આવી હતી. ઇનોવેશન વિભાગમાં ભાવનગર જિલ્લાના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગણેશ શાળા-ટીમાણા તેમજ સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. આ કૃતિમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ટ્રોફી તેમજ ૬૦,૦૦૦ રૂપિયાનુ ઈનામ મળેલ છે. આ કૃતિના માર્ગદર્શક શિક્ષક પ્રવિણભાઈ સિંદલ તેમજ આ કૃતિના બાળ વૈજ્ઞાનિકોમાં ધોરણઃ ૮માં અભ્યાસ કરતાં ભટ્ટ માધવ કિશોરભાઈ તેમજ ધોરણઃ ૧૦માં અભ્યાસ કરતાં બારૈયા આદર્શ પ્રવિણભાઈ અને સુથાર ચિમન પુખરભાઈએ ભાગ લીધો હતો. ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો તથા શિક્ષકોને ગણેશ શાળા પરિવાર દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા. ભાવનગર જિલ્લામાંથી ૧૦ જેટલી શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બસ દ્વારા દિલ્હી ગયા હતા જેમાં ટીમાણાની આ શાળા જેનો અગાઉ ભાવનગર જિલ્લામાં પણ પ્રથમ ક્રમ આવ્યો હતો તેનો વિશ્વ કક્ષાએ પ્રથમ ક્રમ આવ્યો હતો. ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૨માં વૈશ્વિક સ્તરેથી શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના મોડલ રજૂ કર્યા હતા જેમાં ભાવનગરના ટીમાણાની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર મેળવી અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહીં પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. સ્માર્ટ બાઇકની રચના, તેના ફાયદા અને તેની ટેકનોલોજી અંગે વિસ્તૃત માહિતી આપીને આ વિદ્યાર્થીઓઅ. સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા. ખાસ તો મોબાઇલથી શરૂ બંધ થાય અને ચાવિની જરૂર જ નપડે, અન્ય સ્માર્ટ સુવિધાઓ આ બાઇકમાં હોય તેની વર્ણન કરી પ્રથમ નંબર મેળવ્યો હતી. આ કેટેગરીમાં બીજાે નંબર ઇરાનની શાળાનો આવ્યો હતો.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાનનું હેલ્થ મોડલ ગુજરાતમાં લવાશે : અશોક ગહેલોત
Next articleજામનગરના ચકચારી હત્યા કેસમાં હત્યારાને આજીવન કેદની સજા