Home ગુજરાત ગાંધીનગર ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા...

ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2995 કરોડ મંજૂર કર્યા

42
0

(જી.એન.એસ)તા.૧૭

ગાંધીનગર,

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે. આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા ₹1646.44 કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરી છે.  સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં  વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું પરિવારજનોએ લગાવ્યો આરોપ
Next articleફિલાવિસ્ટા-2024: ગાંધીનગરમાં દાંડી કુટિર ખાતે ટપાલ વિભાગ દ્વારા ફિલાટેલી ઉત્સવ ઉજવાશે