Home રમત-ગમત Sports ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જાહેરાત કરવામાં આવી

ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જાહેરાત કરવામાં આવી

30
0

(GNS),14

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મળેલી હાર બાદ વિન્ડિઝ પ્રવાસની જાહેરાત થઈ ચૂકી છે. રોહિત શર્માની ટીમ ઈન્ડિયા જુલાઈ અને ઓગસ્ટમાં મલ્ટિ-ફોર્મેટ પ્રવાસ માટે કેરેબિયન પ્રવાસ કરશે. બે વખતની રનર્સ-અપ ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે WTCની ત્રીજી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. BCCI એ સોમવારે ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. જેમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20I નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

બે ટેસ્ટ મેચની સિરીઝ 2023-2025 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ હશે, તે ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે (12-16 જુલાઈ) શરૂ થશે. જ્યારે બીજી ટેસ્ટ (20- 24જુલાઈ) સુધી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી 100મી ટેસ્ટ નિર્ણાયક રહેશે. ટેસ્ટ શ્રેણી પછી ત્રણ વન-ડે મેચની સિરીઝની શરૂઆત 27 જુલાઈના રોજ બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ ખાતે થશે.

બીજી વનડે પણ બાર્બાડોસમાં 29 જુલાઈએ રમાશે જ્યારે ત્રિનિદાદમાં બ્રાયન લારા ક્રિકેટ એકેડમી ખાતે 1 ઓગસ્ટના રોજ અંતિમ મેચ રમાશે. ભારત 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી પાંચ મેચની T20I શ્રેણી પણ રમશે. ગયાના નેશનલ સ્ટેડિયમ અને બ્રાયન લારા ક્રિકેટ એકેડમી પાંચ મેચની T20I સીરિઝ માટેના સ્થળની જાહેરાત કરવામાં આવી છે.

બે મેચની ટેસ્ટ સીરિઝ
પ્રથમ ટેસ્ટ 12-16 જુલાઈ, ડોમિનિકાના વિન્ડસર પાર્ક
બીજી ટેસ્ટ 20- 24જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ ત્રિનિદાદ

3 વન-ડે મેચની સીરિઝ રમાશે
પ્રથમ વન-ડે 27 જૂલાઈ, બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ
બીજી વન-ડે 29 જૂલાઈ, બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ
ત્રીજી વન-ડે 01 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી

પાંચ મેચની T20I સીરિઝ
પ્રથમ ટી20 ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ
બીજી ટી20 પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગુયાનામાં
ત્રીજી ટી20 સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા
ચોથી ટી20 સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા
પાંચમી ટી20 સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ રોહિતના ટેસ્ટ સુકાનીપદ વિષે થઇ શકે ચર્ચા
Next articleબિપરજોયનું સંકટ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ