Home રમત-ગમત Sports ભારત પાસે પાકિસ્તાનને હરાવવાની વધુ એક તક, આ તારીખે સુપર-4 મુકાબલો

ભારત પાસે પાકિસ્તાનને હરાવવાની વધુ એક તક, આ તારીખે સુપર-4 મુકાબલો

12
0

(GNS)<05

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ નેપાળ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એશિયા કપ 2023ની પાંચમી મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદનાં વિધ્ન વચ્ચે ભારતે આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. શુભમન ગિલ અને રોહિત શર્મા બંને ઓપનર્સે ફિફ્ટી ફટકારી હતી. ભારતે એક પણ વિકેટ ગુમાવી નહોતી. હવે ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે કારણ કે બંને ટીમો સુપર 4માં પહોંચી ગઇ છે. આ મેચ અંતિમ રાઉન્ડ સુપર 4માં 10 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ક્રિકેટ ફેન્સને બે કટ્ટર પ્રતિસ્પર્ધી વચ્ચે ફરીથી એ સ્તરની હરીફાઈ જોવા મળી શકે છે. આ મેચ પણ બપોરે 3 વાગ્યે જ શરૂ થશે. જેમાં હાઇ ટેન્શન મુકાબલો જોવા મળશે. નેપાળને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ અપાયા બાદ, આસિફ શેખ (97 બોલમાં 58 રન) અને કુશલ ભુર્તેલ (25 બોલમાં 38 રન) એ શરૂઆતમાં જ મળેલ જીવનદાનનો લાભ ઉઠાવ્યો હતો અને પ્રથમ વિકેટ માટે 65 રન ઉમેર્યા. ત્યાર પછી લોઅર ઓર્ડરમાં સોમપાલે 56 બોલમાં 48 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો હતો.

જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળી હતો. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિજેતા ટીમ સુપર 4માં પહોંચશે જ્યારે હારનાર ટીમ બહાર થઈ જશે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023ની પાંચમી અને ભારતની બીજી મેચમાં નેપાળ સામે મોટી સિદ્ધિ નોંધાવી હતી. આ મેચમાં તેણે 10 ઓવરના ક્વોટામાં 40 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 9.2 ઓવરમાં 61 રન આપીને 3 વિકેટ આપી હતી, ત્યારે જાડેજા તેની સરખામણીમાં ઈકોનોમીની રીતે સસ્તો રહ્યો હતો. જડ્ડુએ નેપાળના કેપ્ટન રોહિત પૌડેલની સાથે ભીમ શાર્કી અને કુશલ મલ્લને પેવેલિયનમાં મોકલ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીમ ઇન્ડિયાની જાહેરાત.. આ વખતે કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું
Next articleWC પહેલા આ ઓલરાઉન્ડર ભારત સામેની મેચમાં બહાર રાખતા ઓસ્ટ્રેલિયાને આંચકો