Home રમત-ગમત Sports ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ આ રીતે મળશે?… બે વિકલ્પ પણ આપવામાં...

ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ આ રીતે મળશે?… બે વિકલ્પ પણ આપવામાં આવ્યા

20
0

(GNS),10

વર્લ્ડકપ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ ક્રિકેટ રસિયાઓનો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે. આવામાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને જે અપડેટ્સ આવે તેના પર સૌ કોઈની નજર છે. અમદાવાદમાં રમાનારી આ મેચ અંગે હવે ટિકિટ ક્યારથી મળી શકશે તે અંગેની વિગતો સામે આવી છે. ICC ક્રિકેટ વર્લ્ડકપના રિશિડ્યુલ કરેલી મેચનું લિસ્ટ સામે આવી ગયું છે. કુલ 9 મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની મેચનો પણ સમાવેશ થાય છે. 10 ટીમો વચ્ચે રમાનારી આ મેચની શરુઆત 5 ઓક્ટોબરથી થશે, જે 19 નવેમ્બર સુધી ચાલશે. 46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડકપની ઈવેન્ટમાં કુલ 48 મેચ રમાશે. જેમાં સૌથી વધુ ફેન્સને ટિકિટ મળવાનું ક્યારથી શરુ થશે તે જાણવામાં રસ છે. હવે વર્લ્ડકપની ટિકિટનું વેચાણ કઈ રીતે કરવું તેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. 25 ઓગસ્ટથી અલગ-અલગ દિવસે ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડકપની ટિકિટની ખરીદી કરી શકશે. કુરિયરથી પણ ટિકિટ મંગાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભારતની મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકાશે. 25 ઓગસ્ટે વોર્મઅપ મેચ અને ભારતને છોડીને અન્ય 9 મેચની ટિકિટો પણ ખરીદી શકાશે. 30 ઓગસ્ટે ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં થનારી બે 2 વોર્મઅપ મેચની ટિકિટ પણ મેળવી શકાશે.

31 ઓગસ્ટથી ભારતની મેચોની ટિકિટ ખરીદી શકાશે. 31મીએ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચની ટિકિટનું વેચાણ શરુ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની ભારતની મેચની ટિકિટો ખરીદી શકાશે. 2 સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામેની મેચોની ટિકિટ મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ફેન્સ 3 સપ્ટેમ્બરે ખરીદી શકશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચની ટિકિટ 15 સપ્ટેમ્બરથી મળશે. વર્લ્ડકપની મેચની ટિકિટનું વેચાણ અલગ-અલગ દિવસે કરવામાં આવશે. આવામાં ટિકિટ મળતા પહેલા ICC દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવશે. 15 ઓગસ્ટથી ICCની વેબસાઈટ www.cricketworldcup.com પર જઈને વર્લ્ડકપ ટિકિટ સંબંધિત રજિસ્ટ્રેશન કરાવી શકશે. અહીંથી જ તેમને ટિકિટને લગતી જરુરી માહિતી મળશે. જોકે, હજુ સુધી BCCI કે ICC દ્વારા ટિકિટ પાર્ટનરના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ટિકિટના ભાવ હજુ સુધી સામે આવ્યા નથી, ફેન્સ ટિકિટ બે રીતે મેળવી શકે છે. તેઓ કુરિયર દ્વારા પણ ટિકિટ મગાવી શકે છે, જેના માટે અલગથી 140 રૂપિયા આપવાના રહેશે. કુરિયર પર માત્ર એ જ મેચોની ટિકિટ માગાવી શકાશે, જેને શરુ થવામાં 72 કલાક કરતા ઓછો સમય બાકી હશે. બીજો વિકલ્પ નક્કી કરેલી જગ્યા પરથી ટિકિટ મેળવવાનો રહેશે. મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ મેળવવી પડશે. ઈ-ટિકિટનો વિકલ્પ નહીં હોય. ICC તરફથી ગ્રુપ રાઉન્ડ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. નોક આઉટ મેચમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં 2 સેમીફાઈનલ અને ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ વખતે કોઈ કમી કસર છોડવા માગશે નહીં. 2011 પછી ટીમ વર્લ્ડકપ ટ્રોફી માટે તરસી રહી છે. ફેન્સ પણ ઈચ્છે છે કે આ વખતે વર્લ્ડકપ ભારતના હાથમાં આવે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleICCએ અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચની નવી તારીખ જાહેર કરી
Next articleભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ