Home રમત-ગમત Sports ભારતે ત્રીજી T20 મેચમાં વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવની ધમાકેદાર ઇનિંગ્સ

ભારતે ત્રીજી T20 મેચમાં વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવની ધમાકેદાર ઇનિંગ્સ

15
0

(GNS),09

ભારતે ત્રીજી T20માં સૂર્યકુમાર યાદવની ધમાકેદાર ઇનિંગ્સના આધારે વિન્ડીઝને હરાવીને 5 મેચની શ્રેણી જીવંત રાખી હતી. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મારો જેવી જઈ રહી હતી, જ્યાં સૂર્યાએ શાનદાર ઈનિંગ રમીને ભારતીય ટીમને શ્રેણીમાં વાપસી કરાવી હતી. ભારતે ત્રીજી T20 મેચમાં વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું. ત્રીજી મેચમાં શાનદાર જીત છતાં ભારતીય ટીમ 5 મેચની શ્રેણીમાં 1-2થી પાછળ છે. વિન્ડિઝનાં કેપ્ટન રોવમેન પોવેલની 19 બોલમાં અણનમ 40 રનની ઈનિંગ્સના આધારે વેસ્ટ ઈન્ડિઝે મિડલ ઓવર્સમાં વારંવારના અંતરે પડતી વિકેટોમાંથી પુનઃપ્રાપ્ત કરીને 5 વિકેટે 159 રનનો સ્પર્ધાત્મક સ્કોર બનાવ્યો હતો. ઓપનર બ્રેન્ડન કિંગ (42) અને કાયલ માયર્સ (25)એ 46 બોલમાં 55 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝને સારી શરૂઆત અપાવી હતી પરંતુ કુલદીપ યાદવ (28/28)ની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે મેચમાં વાપસી કરી હતી. તો બીજી તરફ સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી જેમાં 10 ફોર અને 4 સિક્સ સામેલ હતી.

આ સિવાય તિલક વર્માએ સતત ત્રીજી T20માં પણ તેનું ફોર્મ જાળવી રાખ્યું હતુ. તેણે 49 રન બનાવીને પ્રભાવિત કર્યા હતા. સૂર્યકુમારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 14મી અડધી સદી ફટકારી હતી. ટોસ હાર્યા બાદ હાર્દિક પંડ્યાએ ફરી એકવાર નવા બોલ સાથે લીડ લીધી હતી અને એક સારી ઓવર નાખી હતી. અર્શદીપ સિંહ સામે ચોગ્ગો ફટકાર્યા બાદ કિંગે અક્ષરનું ત્રીજી ઓવરમાં ચોગ્ગા સાથે સ્વાગત કર્યું. માયર્સે ચોથી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલને છગ્ગા સાથે આવકાર્યો હતો પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના માત્ર 38 રન જ બનાવી શકી હતી. સાતમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા કુલદીપ યાદવ સામે માયર્સે ચોગ્ગો ફટકાર્યો હતો, જ્યારે કિંગે તે જ ઓવરમાં તેની ઇનિંગની પ્રથમ છગ્ગો ફટકારી હતી. અક્ષરે આગલી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યા બાદ માયર્સને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જ્હોન્સન ચાર્લ્સ (12)એ ચહલ સામે સિક્સર અને અક્ષર સામે ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ ખતરનાક સાબિત થતાં પહેલાં કુલદીપની સ્પિન પર એલબીડબ્લ્યૂ થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબૉલીવુડની અભિનેત્રીએ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી, મૂકી એક શરત કે, “હું ગાંધી અટક નહિ કરું!..”
Next articleક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પર મંત્રીજીનો યુ-ટર્ન!.. ગાંગુલી સાથે વાત કરી તો બદલાયો મૂડ