Home મનોરંજન - Entertainment ભારતીય સુપરહિરો શક્તિમાન પર ૩૦૦ કરોડની ફિલ્મ બનશે

ભારતીય સુપરહિરો શક્તિમાન પર ૩૦૦ કરોડની ફિલ્મ બનશે

53
0

(જી.એન.એસ),તા.૧૭
મુંબઈ


નાનાથી માંડી મોટા જેના દિવાના હતા એવા ભારતીય સુપર હીરોની ફરી એકવાર મોટા પડદે પાછા ફરવા જઈ રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છે શક્તિમાન સીરિયલની… પરંતુ આ વખતે સીરિયલ નહીં પરંતુ ફિલ્મ હશે. ભારતનો પહેલો દેશી સુપરહીરો શક્તિમાન ટૂંક સમયમાં મોટા પડદા પર આવવા જઈ રહ્યો છે. શક્તિમાન ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ અને મુકેશ ખન્નાની કંપની ભીષ્મ ઈન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું છે. હવે ફિલ્મના નિર્માતા અને શક્તિમાન મુકેશ ખન્નાએ જણાવ્યું કે આ ફિલ્મનું કુલ બજેટ કેટલું થવાનું છે. મુકેશ ખન્નાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘સોની પિક્ચર્સે શક્તિમાનના રાઈટ્સ ખરીદ્યા છે. ચાહકો સતત મને શક્તિમાનનો બીજાે ભાગ બનાવવા માટે કહેતા હતા. હું તેમને નિરાશ કરવા માંગતો નથી. હું ઈચ્છતો ન હતો કે શક્તિમાન ટીવી પર ફરીથી પ્રસારિત થાય. તેથી મારા મગજમાં ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. મેં સોની પિક્ચર્સ સાથે વાત કરી અને તેઓએ સત્તાવાર પુષ્ટિ આપી. એ પછી વાત આગળ વધી છે.. હું શક્તિમાન ૨ લઈને આવી રહ્યો છું. આવી સ્થિતિમાં આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે તે જાણવાની સૌને ઉત્સુકતા છે. ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ છે. આવી સ્થિતિમાં આ ફિલ્મનું શૂટિંગ અચાનક નહીં થાય. મુકેશ ખન્ના એ વધુમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મના શૂટિંગમાં સમય લાગશે. જ્યાં સુધી યોગ્ય રીતે કામ નહીં થાય, તેના પર અત્યારે કંઈપણ કહેવું ખોટું ગણાશે. આ ફિલ્મ દ્વારા ઘણા યંગસ્ટર્સને પણ ફરીથી જાેવાનો મોકો મળશે. આ ફિલ્મ એકદમ દેશી હશે. સાથે જ મેં ફિલ્મની કહાની પણ મારી રીતે તૈયાર કરી છે. મેં એક જ શરત રાખી હતી કે તેમની કહાનીમાં કોઈ ફેરફાર ન થવો જાેઈએ. તેની સાથે ચાહકોની જૂની યાદો જાેડાયેલી છે. આ ફિલ્મ દ્વારા આ યાદો ફરી એકવાર તાજી થશે. શક્તિમાન ફિલ્મના લીડ એક્ટર વિશે મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે, ‘હજી આ અંગે કંઈ પણ નક્કી કરવામાં આવ્યું નથી. હું ચોક્કસપણે કહી શકું છું કે મારા એટલે કે મુકેશ ખન્ના વિના ફિલ્મ બનવી મુશ્કેલ છે. મારી શક્તિમાન તરીકેની છબી લોકોના મનમાં કાયમ છે. આવી સ્થિતિમાં જાે કોઈ અન્ય શક્તિમાન બનશે, તો ચાહકો તેને સ્વીકારી શકશે નહીં. ફિલ્મનું નિર્દેશન એક હિન્દુસ્તાની સંભાળશે. મુમુકેશ ખન્નાએ જણાવ્યું છે કે ‘મેં સોની સાથે હાથ મિલાવ્યા છે અને તેઓએ પણ આ વાત જાહેર કરી છે. આ એક મોટી ફિલ્મ છે. ૩૦૦ કરોડની આસપાસ. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી વધુ કહી શકાય નહીં. થોડા સમય પહેલા ઈન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ ‘શક્તિમાન’ સીરિયલ બંધ થવા પાછળનો ખુલાસો કર્યો હતો. મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘શક્તિમાન શનિવારે સવારે અને મંગળવારે રાત્રે આવતો હતો. આ માટે હું દૂરદર્શનને ૩ લાખ ૮૦ હજાર રૂપિયા આપતો હતો. રવિવારે જ્યારે આ શોનું પ્રસારણ શરૂ થયું ત્યારે તેની ફી ૭ લાખ ૮૦ હજાર થઈ ગઈ હતી. ત્યારબાદ ફી વધારીને ૧૦ લાખ ૮૦ હજાર કરવામાં આવી. તે લોકો હજુ ફી ૧૬ લાખ કરવાનું વિચારી રહ્યા હતા. મને ખૂબ જ તકલીફ થવા લાગી હતી જેના કારણે મારે આ શો બંધ કરવો પડ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમિરઝાપુરમાં મોરચો માંડવા કાલીન ભૈયાએ કાઉન્ટડાઉન શરૂ કર્યું
Next articleવડાપ્રધાન મોદીએ માતા હીરાબાના પગ ધોઈ આશીર્વાદ મેળવ્યા