રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૬૭.૭૯ સામે ૬૧૦૭૪.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૦૦૪.૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૯.૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૬.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૨૯૪.૨૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૭૫.૮૫ સામે ૧૮૨૩૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૧૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૧૭.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં વર્ષ ૨૦૨૩નો શુભારંભ તેજી સાથે રહ્યો છે. ચાઈનામાં કોવિડ અંકુશો હળવા થતાં ફરી ઉદ્યોગો માટેના કાચામાલાની ચિંતા હળવી થવાના સંકેત સાથે હવે વૈશ્વિક ફંડ જાયન્ટ જેફ્રી બ્રોકિંગ હાઉસ દ્વારા ભારતીય મેટલ્સ ઉદ્યોગ માટે આઉટલૂક પોઝિટીવ રજૂ કરતાં ફંડોએ તેજી કરી હતી. ચાઈનાના પોઝિટીવ ફેક્ટર સાથે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ નીચા રહેતાં ભારતમાં પોઝિટીવ પરિબળ સાથે સ્થાનિક સ્તરે હવે ૨૦૨૪માં ચૂંટણી પૂર્વે ઘણાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોને પૂર્ણ કરવા પર સરકારનું ફોક્સ વધવાના અને બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગ માટે પ્રોત્સાહનોની અપેક્ષાએ પણ ફંડોનું વેલ્યુબાઈંગ વધતાં ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ચાઇનામાં કોવિડ અંકુશો હળવો થતાં ફરી વિશ્વની કાચામાલની ચિંતા હળવી થવાની અને સ્ટીલ, મેટલ્સની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ જેફ્રી દ્વારા ભારતીય મેટલ્સ ઉદ્યોગ માટે આઉટલૂક પોઝિટીવ કરતાં સાથે સાથે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને બેન્કેક્સ શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૪૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૬૪ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એફએમસીજી, ઓટો, કમોડિટીઝ અને કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૧ અને વધનારની સંખ્યા ૨૦૩૨ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મેન્યુફેક્ચરિંગ માટે ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બર માસમાં વધીને ૫૭.૮ની ૨૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે બે વર્ષથી વધુ સમય દરમિયાન નવા ફેક્ટરી ઓર્ડર અને ઉત્પાદનમાં સૌથી વધુ વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ (૫૬.૩) ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સરેરાશ હેડલાઇન આંકડો એક વર્ષ પહેલાથી સૌથી વધુ નોંધાયેલો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેક્ષણમાં રોજગાર અને ખરીદીમાં સુધારો કરતી ફેક્ટરીઓ પ્રતિબિંબિત થાય છે. ૫૦ થી ઉપરનું સર્વેક્ષણ મેન્યુફેક્ચરિંગમાં વિસ્તરણ સૂચવે છે અને તેનાથી નીચેનું સંકોચન દર્શાવે છે. નવેમ્બરમાં માસમાં PMI ૫૫.૭ હતો.
સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે ડિસેમ્બર માસના ડેટાએ માલ ઉત્પાદકોમાં ખરીદીના સ્તરમાં વધુ વધારો દર્શાવ્યો હતો કારણ કે વિસ્તરણનો દર ઐતિહાસિક રીતે તીવ્ર હતો અને મે ૨૦૨૨ પછી સૌથી મજબૂત હતો. સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે માલ ઉત્પાદકોએ બેકલોગ કામને ઉકેલવા માટે વર્ષના અંતમાં વધારાના સ્ટાફની ભરતી કરી હતી. રોજગારમાં નવીનતમ વધારો સળંગ મહિનામાં દસમો હતો, પરંતુ સપ્ટેમ્બર પછીનો સૌથી ધીમો વધારો હતો. સર્વેમાં જણાવાયું છે કે ડિસેમ્બરમાં ખર્ચનું દબાણ શાંત રહ્યું હતું અને નવેમ્બરથી ફુગાવાના એકંદર દરમાં થોડો ફેરફાર થયો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૦ પછીનો બીજો સૌથી ધીમો દર છે. કેટલાક કાચા માલના ભાવમાં ઘટાડો આંશિક રીતે અન્યત્ર વધારાને સરભર કરે છે. મેન્યુફેક્ચરિંગ PMI ડેટા જીડીપીના પ્રથમ એડવાન્સ અંદાજને પગલે આવે છે, જે ચાલુ સપ્તાહના અંતમાં રિલીઝ થવાના છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.