રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૯૨.૯૭ સામે ૬૦૧૪૨.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૦૭૨.૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૨.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૨.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૬૫૫.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૪૧.૭૫ સામે ૧૭૯૧૬.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૧૬.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૭.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૮૮.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પ્રોત્સાહક પરિણામોએ આઈટી શેરોમાં તેજી સાથે ફંડોએ કેપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી કરતાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં કોવિડથી મોતનો તાજેતરમાં આવેલો આંક વાસ્તવિક આંકડાથી નજીવો જ હોવાના અને વિશ્વમાં હજુ કોરોનાની નવી લહેર કેર વર્તાવી શકે છે એવા ફફડાટ સાથે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવાથી શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી પણ જોવાઈ હતી.
કેન્દ્રીય બજેટની તૈયારી ચાલી રહી હોઈ નાણા પ્રધાન નિર્મલા સીતારમન બજેટમાં કેવી જોગવાઈ લાવશે એની અટકળો વચ્ચે ફંડોના તેજીના નવા વેપારમાં સાવચેતી રહી હતી. બે-તરફી વધઘટના અંતે સેન્સેક્સ ૫૬૨ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૬ લાખ કરોડ વધીને રૂ.૨૮૧.૮૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૧ અને વધનારની સંખ્યા ૧૭૦૮ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર માસમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૪.૯૫% રહ્યો છે જે ૨૨ મહિનાની નીચલી સપાટી છે. નવેમ્બર માસમાં આ ફુગાવો ૫.૮૫% હતો. ખાદ્ય ફુગાવો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છવાને કારણે ડિસેમ્બર માસમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જથ્થાબંધ ફુગાવો નવેમ્બર, ૨૦૨૨માં ૫.૮૫% હતો અને ડિસેમ્બર, ૨૦૨૧માં ૧૪.૨૭% હતો. ડિસેમ્બરમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો જોવા મળતા ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરોમાં વધારો ન કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ઘટીને ૫.૭૨% રહ્યો હતો.
બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, ૨૦૨૨માં નિકાસ ૧૨.૨% ઘટીને ૩૪.૮૪ અબજ ડોલર રહી છે. નિકાસ ઘટવાને કારણે ડિસેમ્બર, ૨૦૨૨માં વેપાર ખાધ વધીને ૨૩.૭૬ અબજ ડોલર રહી છે. ડિસેમ્બર, ૨૦૨૨માં આયાત ૩.૫% ઘટીને ૫૮.૨૪ અબજ ડોલર રહી છે. જે ડિસેમ્બર, ૨૦૨૧માં ૬૦.૩૩ અબજ ડોલર હતી. ડિસેમ્બર, ૨૦૨૧માં નિકાસ ૩૯.૨૭ અબજ ડોલર અને વેપાર ખાધ ૨૧.૦૬ અબજ ડોલર રહી હતી. એપ્રિલ, ૨૦૨૨ થી ડિસેમ્બર, ૨૦૨૨ સુધીના ૯ મહિનાના સમયગાળામાં નિકાસ ૯% વધીને ૨૧૮.૯૪ અબજ ડોલર અને આયાત ૨૪.૯૬% વધીને ૫૫૧.૭ અબજ ડોલર રહી છે. આ જ સમયગાળામાં વેપાર ખાધ ૨૧૮.૯૪ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૧૩૬.૪૫ અબજ ડોલર રહી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.