રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૧૫.૪૮ સામે ૬૦૧૩૪.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૮૦૫.૭૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૮.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯.૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૧૦૫.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૮૬.૨૫ સામે ૧૮૦૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૯૦.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૬૨.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ટીસીએસના ત્રીજા ત્રિમાસિકના પરિણામ બીજા ત્રિમાસિકની તુલનાએ અપેક્ષાથી નબળા જાહેર થતાં આઈટી શેરો પાછળ ગઈકાલે આવેલો ઘટાડો અને ફંડો દ્વારા એફએમસીજી, યુટિલિટીઝ અને હેલ્થકેર શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં અને વધુ હેમરીંગ કરતાં બજારમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી નોંધાઈ હતી. કંપનીઓના પરિણામોની સાથે હવે જાહેર થનારા ફુગાવાના આંક પણ ડિસેમ્બર માસમાં યથાવત રહેવાની શકયતા તેમજ વૈશ્વિક મોરચે ચાઈનામાં આર્થિક સંકટ વધી રહ્યું હોઈ ડિફલેશનનું દબાણ વધ્યાના અને ડિસેમ્બર માસમાં ધિરાણ વૃદ્વિ મંદ પડયાના અહેવાલે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસરે પણ ફંડોએ નવી ખરીદી અટકાવી તેજીનો વેપાર હળવો કર્યો હતો.
તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં છતાં એનર્જી, ઓટો, પાવર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને કંઝ્યુમર ડિસ્ક્રિશનરી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૧૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૪૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૦.૩૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કમોડિટીઝ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૭ અને વધનારની સંખ્યા ૧૮૬૬ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં દેશની બેન્કોએ બોન્ડસ મારફત અંદાજીત રૂ.૯૧૦૦ કરોડ ઊભા કરી લીધા છે. સંપૂર્ણ નાણાં વર્ષનો આંક રૂપિયા ૧.૩૦થી રૂ.૧.૪૦ ટ્રિલિયન જેટલો જોવા મળી શકે છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા સંપૂર્ણ નાણાં વર્ષ દરમિયાન દેશની બેન્કોએ બોન્ડસ મારફત રૂ. ૭૩૦૦૦ કરોડ ઊભા કર્યા હતા. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં બોન્ડસ મારફત રૂ. ૮૦૦૦૦ કરોડ ઊભા કરાયા હતા જે અત્યારસુધીનો સૌથી મોટો આંક છે, એમ ઈક્રાના એક રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વધુ રૂ ૪૦,૦૦૦થી રૂ.૫૦,૦૦૦ કરોડના બોન્ડસ આવવાની ધારણાં છે.
થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેના વધી રહેલા અંતરને ધ્યાનમાં રાખી બેન્કો બજારમાંથી નાણાં ઊભા કરી રહી છે, જેથી ધિરાણ વૃદ્ધિને પહોંચી વળાય. લિક્વિડિટીની તાણભરી સ્થિતિને ધ્યાનમાં રાખતા બેન્કો અન્ય માર્ગે નાણાં ઊભા કરવાના પણ પ્રયાસ કરે છે, ખાસ કરીને ઓલ ઈન્ડિયા ફાઈનાન્સિઅલ ઈન્સ્ટિટયૂશન્સ પાસેથી રિફાઈનાન્સ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષના ૧૬ ડિસેમ્બર સુધીમાં બેન્કોનો ધિરાણ આંક વધી રૂ.૧૨.૭૦ ટ્રિલિયન રહ્યો હતો જેની સરખામણીએ થાપણ આંક રૂ. ૮.૯૦ ટ્રિલિયન રહ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.