રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૪૭.૩૧ સામે ૬૦૮૦૫.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૯૩૮.૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૧.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૧.૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૧૧૫.૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૭૩.૨૦ સામે ૧૮૧૭૩.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૨૫.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૨.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૮૬.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં આર્થિક આંકડા રિકવરીના આવતાં ફુગાવાના મામલે ચિંતા સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ અને અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો ચાલુ રહેવાના અંદાજો સામે બીજી તરફ વૈશ્વિક આર્થિક વૃદ્વિ મામલે આઈએમએફની તાજેતરમાં ચેતવણી અને ચાઈનામાં કોરોનાના કેસો વધી રહ્યા સામે સરહદો ખોલી નાખવામાં આવતાં વિશ્વના અન્ય ભાગોમાં કોરોના ફેલાવાના ફફડાટે આજે સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. અમેરિકા અને એશીયાના બજારોની નરમાઈ સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોની એક્ઝિટના પરિણામે ફંડોની નફારૂપી વેચવાલી નોંધાઈ હતી. બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે ધિરાણ વૃદ્વિ સામે એનપીએનું જોખમ વધવા લાગ્યું હોઈ આ સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે ભારતમાં નેગેટીવ અહેવાલો વચ્ચે વૃદ્વિને બ્રેક લાગવાની અને આઈટી ઉદ્યોગમાં નવી રોજગારીનું સર્જન ધીમું પડવાના અંદાજોએ શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વિશ્વમાં એક તરફ મંદીની બૂમરાડ થવા લાગી હોવા સાથે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા વૈશ્વિક આર્થિક વિકાસ મામલે ચિંતા વ્યક્ત કરતાં અને બીજી તરફ યુ.એસ. ફેડરલ દ્વારા વ્યાજ દરમાં વધુ તીવ્ર વધારો થવાના સંજોગોમાં વૈશ્વિક મોરચે સંકટ ઘેરાવાની શકયતાને લઈ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. આ પરિબળો સામે ચાઈનામાં કોવિડ કેસોના વિસ્ફોટે પરિસ્થિતિ એક બાજુ અંકુશ બહાર હોવાના અહેવાલો અને બીજી બાજું ચાઈના તેની સરહદો ખોલી રહી હોઈ વૈશ્વિક આર્થિક – ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સામે ઘણા દેશો પોતાના દેશોમાં કોરોનાનું ફરી મહાસંકટ ન સર્જાય એ માટે ચાઈનાથી આવનારા મુસાફરો પર અંકુશો લાદી રહ્યા હોઈ આ અનિશ્ચિતતાને લઈ પણ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર મેટલ, હેલ્થકેર, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૯ અને વધનારની સંખ્યા ૧૩૨૯ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં દેશની બેન્કોએ બોન્ડસ મારફત અંદાજીત રૂ.૯૧૦૦૦ કરોડ ઊભા કરી લીધા છે. સંપૂર્ણ નાણાં વર્ષનો આંક રૂ.૧.૩૦થી રૂ.૧.૪૦ ટ્રિલિયન જેટલો જોવા મળી શકે છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા સંપૂર્ણ નાણાં વર્ષ દરમિયાન દેશની બેન્કોએ બોન્ડસ મારફત રૂ.૭૩૦૦૦ કરોડ ઊભા કર્યા હતા. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં બોન્ડસ મારફત રૂ.૮૦,૦૦૦ કરોડ ઊભા કરાયા હતા જે અત્યારસુધીનો સૌથી મોટો આંક છે. વર્તમાન નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વધુ રૂ.૪૦,૦૦૦થી રૂ. ૫૦,૦૦૦ કરોડના બોન્ડસ આવવાની ધારણાં છે.
થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેના વધી રહેલા અંતરને ધ્યાનમાં રાખી બેન્કો બજારમાંથી નાણાં ઊભા કરી રહી છે, જેથી ધિરાણ વૃદ્ધિને પહોંચી વળાય. લિક્વિડિટીની તાણભરી સ્થિતિને ધ્યાનમાં રાખતા બેન્કો અન્ય માર્ગે નાણાં ઊભા કરવાના પણ પ્રયાસ કરે છે, ખાસ કરીને ઓલ ઈન્ડિયા ફાઈનાન્સિઅલ ઈન્સ્ટિટયૂશન્સ પાસેથી રિફાઈનાન્સ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષના ૧૬ ડિસેમ્બર સુધીમાં બેન્કોનો ધિરાણ આંક વધી રૂ.૧૨.૭૦ ટ્રિલિયન રહ્યો હતો જેની સરખામણીએ થાપણ આંક રૂ.૮.૯૦ ટ્રિલિયન રહ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.