રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૮૦૬.૧૯ સામે ૬૧૬૦૮.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૧૦૨.૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૭.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૭૦૨.૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૯૯.૩૦ સામે ૧૮૪૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૩૧.૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૪૨૩.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ચાઈનામાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારાથી પરિસ્થિતિ વણસતાં આર્થિક મંદીના ફફડાટ અને હવે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ પૂરું થવામાં છે, ત્યારે ક્રિસમસ હોલીડે મૂડ બનવા લાગ્યો હોઈ સાવચેતીમાં એકંદર વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં નેગેટીવ ટ્રેન્ડ અને યુરોપના બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની વેચવાલી સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું. અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થયા બાદ આકરી નાણાં નીતિ ચાલુ રહેવાના સંકેત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો તેમજ ચીન – હોંગકોંગમાં કોરોનાના કેસ વધતા વૈશ્વિક મંદીના સંકેતો પ્રબળ બનતા તેની અસર શેરબજાર પર જોવા મળી હતી.
એનર્જી અને આઈટી શેરોમાં ઓવરબોટ પોઝિશનમાં ફંડોએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગની તક ઝડપતાં અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પસંદગીની લેવાલી સામે ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, ઓટો, એફએમસીજી અને મેટલ શેરોમાં વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૧૦૩.૯૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૭૫.૩૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૫૪ લાખ કરોડ વધીને રૂ.૨૮૭.૪૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, આઈટી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૦ અને વધનારની સંખ્યા ૧૬૭૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આવનારા વર્ષ ૨૦૨૩માં મોટા કદના ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ને બદલે નાના કદના આઈપીઓ રોકાણકારો માટે મુખ્ય પસંદગી બની રહેશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨માં આવેલા મોટા કદના આઈપીઓ ખાસ કરીને ટેકનોલોજી શેર્સના ભાવમાં લિસ્ટિંગ બાદ થોડાક જ સમયમાં કડાકા બોલાઈ જતા રોકાણકારો હવે નાના કદના ભરણાંને વધુ પસંદ કરશે તેવી ધારણા રખાઇ રહી છે. રોકાણકારોનો મૂડ જોઈને કંપનીઓ પણ નીચા વેલ્યુએશન અને નાના કદના ભરણાં લાવવાનું વધુ પસંદ કરશે. દેશની અનેક સ્ટાર્ટ અપ્સના શેરભાવમાં લિસ્ટિંગ બાદ નોંધપાત્ર ઘટાડો થઈ જતાં તથા વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં વધારાને કારણે ટેકનોલોજી સ્ટોકસની માગમાં ઘટાડો થયો છે. વૈશ્વિક મંદીના તોળાઈ રહેલા જોખમને કારણે પણ રોકાણકારો સ્ટોકસમાં રોકાણ કરવામાં પસંદગી ધરાવતા થશે.
શેરબજારમાં ભારે વોલેટિલિટીને ધ્યાનમાં રાખતા આવતા વર્ષે ભંડોળ ઊભું કરવાની માત્રા પણ ૨૦૨૨ કરતા નીચી હશે. વર્ષ ૨૦૨૨માં નવા શેર્સના વેચાણ મારફત ઊભી કરાયેલી ૬.૯૦ અબજ ડોલરની રકમ વર્ષ ૨૦૨૧ની સરખામણીએ ૬૦% જેટલી ઓછી રહી છે. વર્તમાન વર્ષમાં આઈપીઓ લાવનાર કંપનીઓની સંખ્યામાં ૧૦% વધારો થયો હતો. ઊંચા વેલ્યુએશન બાદ શેરભાવમાં કડાકા બાદ કેટલીક કંપનીઓ સેબીની નજર હેઠળ આવી ગઈ છે. ઊંચા ભાવના લિસ્ટિંગ સાથેની કંપનીઓના શેર્સ ભાવ ઊંચા સ્તરે ટકી રહેવા મથી રહ્યા છે, ત્યારે નાના આઈપીઓની કામગીરીનું ચિત્ર દર્શાવતા બીએસઈ એસએમઈ આઈપીઓ વર્તમાન વર્ષમાં ૪૦% જેટલો વધ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.