રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૮૫.૧૫ સામે ૬૧૩૦૪.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૯૦૫.૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૨.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૧.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૦૩૩.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૬૪.૧૫ સામે ૧૮૩૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૮૩.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૪.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૯૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફૂગાવો – મોંઘવારીનું જોખમ સતત વધી રહ્યું હોઈ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ તીવ્ર વધારો થવાની અને હજુ બે વખત યુ.એસ. ફેડરલ રિઝર્વ ૦.૭૫%નો વ્યાજ દર વધારો કરશે એવા અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ફુગાવાના વધતાં જોખમ સાથે યુક્રેન – રશિયા યુદ્વની સ્થિતિ વધુ જલદ બની રહી હોઈ રશિયા જો અણુ હુમલા કરશે તો અમેરિકા જડબાતોડ જવાબ આપશે એવા અમેરિકી પ્રમુખ બાયડેનના નિવેદનના પગલે પણ નવી તેજીની પોઝિશન લેવામાં સાવચેતી સાથે શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાંત વૈશ્વિક શેરબજારમાં આજે એશીયા, યુરોપના બજારોમાં એકંદર નરમાઈ રહેતાં ભારતીય બજારોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી.
ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો આવતાં ફંડોની શેરોમાં ઉછાળે નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી. એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન અને બેન્કેક્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યા સામે ફંડોએ આજે રિયલ્ટ, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ બાવન સપ્તાહની ટોચને આંબવામાં નિષ્ફળ રહી નેગેટીવ ઝોનમાં આવી અંતે ૧૫૧ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર ૭૪ ઘટીને બંધ રહ્યા હતા ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૩.૯૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૭ અને વધનારની સંખ્યા ૧૬૮૩ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતની પ્રમુખ અસ્કયામતો પૈકી એક એનું કદ અને વ્યાપ એ ભારતને આગામી દાયકામાં વર્ષ ૨૦૨૭ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવશે એવી આગાહી મોર્ગન સ્ટેનલીએ કરી છે. મોર્ગન સ્ટેનલીએ તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે, દેશની આર્થિક – જીડીપી વૃદ્વિ જે અત્યારે ૩.૪ લાખ કરોડ ડોલર છે, તે આગામી ૧૦ વર્ષમાં વધીને ૮.૫ લાખ કરોડ ડોલરથી વધુ પહોંચશે. દરેક વર્ષે ભારતની જીડીપીમાં ૪૦૦ અબજ ડોલરથી વધુ ઉમેરો થતો જોવાશે જે વ્યાપની રીતે અમેરિકા અને ચાઈના બાદ સૌથી વધુ હશે, રીપોર્ટમાં આ સાથે ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ વર્તમાનમાં ૩.૪ લાખ કરોડ ડોલરથી વધીને વર્ષ ૨૦૩૨ સુધીમાં ૧૧ લાખ કરોડ ડોલર પહોંચવાનો અંદાજ મૂકાયો છે. અલબત આ અંદાજો સાનૂકુળ સ્થાનિક – ઘર આંગણાના અને વૈશ્વિક પરિબળોના આધાર પર મૂકાયા છે.
સ્થાનિકમાં નીતિમાં બદલાવ રીડીસ્ટ્રીબ્યુશનથી આગળ વધીને રોકાણનો વેગ આપવાનો અને રોજગારી નિર્માણ તરફ થવો મહત્વનો છે. જે ગુડઝ એન્ડ સર્વિસિઝ ટેક્ષના દાખલ કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે તેનાથી એકીકૃત સ્થાનિક બજારનું નિર્માણ, કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો થશે અને ઉત્પાદન સાથે જોડાયેલી સ્કિમો બનાવે જે ભારતમાં ઘર આંગણે અને દેશ બહાર રોકાણને પ્રોત્સાહન આપે છે. એમ મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે. આ દળો થકી ભારતના ઝડપથી વિકસતા કર્મચારીબળોને વૈશ્વિક અર્થતંત્ર સાથે સાંકળી લઈ શકાશે. એ મુજબ ભારત પહેલા જ સર્વિસિઝ નિકાસમાં વિશ્વમાં મોટો હિસ્સો ધરાવે છે અને ભારતની અગ્રેસરતા પણ વધશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.