રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૦૬.૦૯ સામે ૬૦૫૧૧.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૪૮૫.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૯.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯.૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૮૩૬.૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૬.૭૫ સામે ૧૮૦૪૬.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૦૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૨૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી મીટિંગ આજરોજ યોજાતાં પૂર્વે જ વ્યાજ દરમાં કોઈ સમીક્ષા નહીં થવાનું સ્પષ્ટ કરી દેવાતાં અને યુએસ ફેડરલ રિઝર્વે સતત ચોથી વખત વ્યાજ દરોમાં ૦.૭૫ બેસિસ પોઈન્ટનો વધારો કરતાં અને વ્યાજદરમાં વધારો ચાલુ રહેશે તેવા નિવેદનની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. ચાઈના લોકડાઉનમાંથી બહાર આવી રી ઓપનીંગના અહેવાલ અને અમેરિકામાં ક્રુડનો સ્ટોક ઘટીને આવ્યાના અહેવાલ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો આવતાં અને સ્થાનિક સ્તરે ફ્યુચર ટ્રેડિંગમાં વિકલી એક્સપાયરી ડે હોવાથી ફંડોની શેરોમાં ઉછાળે નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી.
રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, એફએમસીજી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યા સામે ફંડોએ આજે યુટિલિટીઝ, પાવર, આઈટી, ટેક, ઓટો અને કંઝ્યુમર ડિક્શનરી શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઇ સેન્સેક્સ બાવન સપ્તાહની ટોચને આંબવામાં નિષ્ફળ રહી નેગેટીવ ઝોનમાં આવી અંતે ૬૯ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સામાન્ય લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨૮૧.૫૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, આઈટી, ટેક, ઓટો, કંઝ્યુમર ડિક્શનરી, મેટલ, કમોડિટીઝ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૦ અને વધનારની સંખ્યા ૧૬૭૯ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, માંગ ઊંચી રહેતા સમાપ્ત થયેલા ઓકટોબર માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત જોવા મળી હતી. ફેકટરીઓમાં કામકાજ વધી જતા કર્મચારીઓની ભરતી પણ ગયા મહિને પોણાત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી હતી એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. અન્ય દેશોની સરખામણીએ ભારતે ઊંચા ફુગાવા વચ્ચે પણ સારી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ડોલર સામે રૂપિયાના દબાણ છતાં ભારતના ઉત્પાદન ક્ષેત્રનું કામકાજ મજબૂત જોવા મળી રહ્યું છે. દશેરા તથા દિવાળીના તહેવારોને લઈને ઓકટોબર માસમાં ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિમજબૂત રહ્યાનું માનવામાં આવે છે. એસએન્ડપી ગ્લોબલનો ભારત માટેનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે સપ્ટેમ્બરમાં ૫૪.૯૦ હતો તે ઓકટોબરમાં વધી ૫૫.૧૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
એક તરફ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજ ઘટાડવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફેકટરી ઓર્ડર્સ તથા ઉત્પાદનમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. આવનારા મહિનાઓમાં માગ વધવાની ઉત્પાદકો અપેક્ષા રાખી રહ્યા છે. ઉત્પાદકો ઈન્વેન્ટરીસમાં વધારો કરી રહ્યા હોવાથી કાચા માલની ખરીદી પણ ઊંચી રહેવા પામી છે. વર્તમાન વર્ષના મે બાદ ઓકટોબરમાં વિદેશમાંથી પણ મજબૂત માગ નીકળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. ઘરઆંગણે તથા વિદેશમાંથી માગ નીકળતા કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીનો આંક જાન્યુઆરી ૨૦૨૦ બાદ સૌથી ઊંચો રહ્યો છે. ભાવિ આઉટપુટને લઈને પણ આશાવાદ લાંબાગાળાની સરેરાશ કરતા ઊંચો રહ્યો છે. કાચા માલના ભાવનો ફુગાવો સપ્ટેમ્બરના સ્તરે જ જળવાઈ રહેતા આગળ જતાં ફુગાવો ઘટવાની આશા બંધાઈ છે. ફુગાવો નીચો રહેશે તો રિઝર્વ બેન્ક માટે રાહતની સ્થિતિ બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.