રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૫૫.૭૨ સામે ૬૦૭૧૬.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૫૬૯.૧૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૧.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૦.૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૦૪૫.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૨૪.૬૦ સામે ૧૮૧૧૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૭૧.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૩.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૯૯.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કેન્દ્રિય બજેટની તૈયારી અને સરકાર દ્વારા આ વખતે આવક વેરા સહિતમાં રાહતોની અપેક્ષા, ક્રુડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્ષમાં ઘટાડો અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં અપેક્ષાથી કંપનીઓના પરિણામો સારા જાહેર થઈ રહ્યા હોઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફંડ એલોકેશન થવા લાગ્યાના અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે શેરોમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. આ સાથે ચાઈના રીઓપનીંગે ગોલ્ડમેન સેશ અને યુબીએસ દ્વારા વૈશ્વિક મંદીની શકયતા નકારતાં તેમજ ભારતીય બજારોમાં લોકલ ફંડોનું આકર્ષણ જળવાઈ રહી આજે મેટલ, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરો તેમજ ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ અને હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી કરતાં બીએસઈ સેન્સેકસે ૬૧૦૦૦ પોઈન્ટની, જયારે નિફટી ફ્યુચરે ફરી ૧૮૨૦૦પોઈન્ટની સપાટી કુદાવી હતી.
આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં કોવિડથી મોતનો તાજેતરમાં આવેલો આંક વાસ્તવિક આંકડાથી નજીવો જ હોવાના અને વિશ્વમાં હજુ કોરોનાની નવી લહેર કેર વર્તાવી શકે છે એવા ફફડાટ સાથે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવાથી શેરોમાં ઈન્ડેક્સ બેઝડ દરેક ઉછાળે સાવચેતી પણ જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૯ લાખ કરોડ વધીને રૂ.૨૮૨.૭૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, ઓટો, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૩ અને વધનારની સંખ્યા ૧૯૪૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્ષ ૨૦૨૨માં શેરબજારમાં અફડાતફડી છતાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ એટલે કે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમોમાં રોકાણ પ્રવાહ ઊંચો રહી રૂ.૧.૫ લાખ કરોડ નોંધાયો છે. જે ખાસ રીટેલ રોકાણકારોની હિસ્સેદારી વધવાના કારણે વર્ષ ૨૦૨૧ની તુલનાએ ૩૧% વધ્યો છે. વર્ષ ૨૦૨૧માં આ માર્ગે રોકાણ પ્રવાહ રૂ.૧.૧૪ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૦માં રૂ.૯૭,૦૦૦ કરોડ રહ્યો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના આંકડામાં દર્શાવાયું છે. ઉદ્યોગના અંદાજો મુજબ વર્ષ ૨૦૨૩માં પણ રોકાણકારો ધસારો કાયમ રહેવાની અને એસઆઈપીની સંખ્યામાં વૃદ્વિની અપેક્ષા છે. ઘણા નવા રોકાણકારો આગળ આવી રહ્યા હોવાથી એસઆઈપીની સંખ્યા સતત વધતી રહેવાની શકયતા છે.
એસપીઆઈની સંખ્યા મજબૂત રહેવાની શકયતા સામે રોકાણનું પ્રમાણ કેટલું રહેશે એ બજારના લેવલો અને વોલેટીલિટી પર નિર્ભર રહશે. એસઆઈપી થકી રોકાણ ડિસેમ્બર ૨૦૨૧માં રૂ.૧૧,૩૦૫ કરોડ હતું, એ ડિસેમ્બર ૨૦૨૨માં રૂ.૧૩,૫૭૩ કરોડ સર્વોચ્ચ નોંધાયું છે. આ સતત ત્રીજો મહિનો છે કે માસિક એસઆઈપી રોકાણ હિસ્સેદારી રૂ.૧૩,૦૦૦ કરોડથી વધુ રહી છે. કેલેન્ડર વર્ષ દરમિયાન એસઆઈપી થકી રોકાણ પ્રવાહ માસિક સરેરાશ રૂ.૧૨,૪૦૦ કરોડથી વધુ રહ્યો છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો વેચવાલ રહ્યા સામે સ્થાનિક રોકાણ પ્રવાહ જળવાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સતત રોકાણ પ્રવાહ રીટેલ રોકાણકારોની હિસ્સેદારી મજબૂત રહેવાના કારણે થઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.