Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં નિફ્ટી 20,000 ને પાર, સેન્સેક્સ 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો

ભારતીય શેરબજારમાં નિફ્ટી 20,000 ને પાર, સેન્સેક્સ 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો

12
0

(GNS),11

સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં નવો ઈતિહાસ રચાયો છે. નિફ્ટીએ પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો છે. બીજી તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 527 પોઈન્ટના વધારા સાથે 67000 પોઈન્ટની પાર બંધ થયો હતો. આ વધારાનું કારણ G20 સમિટમાં લેવાયેલા મહત્વના નિર્ણયો માનવામાં આવી રહ્યા છે. જેમાં રેલ અને મેરીટાઇમ કોરિડોરને લઈને ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન અને ખાડી દેશો વચ્ચે થયેલી ડીલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેનું કારણ PSU શેર્સમાં વધારો માનવામાં આવે છે, ખાસ કરીને રેલવે સંબંધિત શેર. બીજી તરફ બેન્કિંગ અને ઓટો શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ આજે 67000 પોઈન્ટને પાર બંધ થયો હતો.

આજે ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ સેન્સેક્સ 528 પોઈન્ટના વધારા સાથે 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 52 દિવસ બાદ 67000 પોઈન્ટને પાર કરી ગયો છે. 21 જુલાઈના રોજ સેન્સેક્સ 67190 પોઈન્ટ સાથે દિવસના ઉચ્ચ સ્તરે દેખાયો હતો. જો સપ્ટેમ્બર મહિનાની જ વાત કરીએ તો સેન્સેક્સમાં લગભગ 2300 પોઈન્ટ એટલે કે 3.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. 31 ઓગસ્ટે સેન્સેક્સ 64,831 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 20000 પોઈન્ટને પાર કરી ગયો હતો.

ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી 20,008.15 પોઈન્ટની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ડેટા પર નજર કરીએ તો આજે નિફ્ટી 19,890 પોઈન્ટ પર ખુલ્યો હતો અને બજાર બંધ થયા બાદ તે 176.40 પોઈન્ટના ઉછાળા સાથે 19,996.35 પોઈન્ટ પર બંધ થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીમાં 3.85 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં 742.55 પોઈન્ટનો વધારો થયો છે. નિફ્ટીનું આ સ્તર છેલ્લે 20 જુલાઈએ જોવા મળ્યું હતું. તે સમયે નિફ્ટી 19,991.85 પોઈન્ટ સાથે લાઈફ ટાઈમ પર પહોંચી ગયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ નેતા જયરામ રમેશે અમેરિકી રાષ્ટ્રપતિના બહાને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા
Next articleપત્રકારે ‘બોડી શેપ’ વિશે પૂછ્યો સવાલ, એક્ટ્રેસે જવાબ આપી પત્રકારની બોલતી બંધ કરી દીધી