Home દેશ - NATIONAL ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહેશે..!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૪૧.૪૫ સામે ૮૦૦૧૩.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૭૫૪.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧૯.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૫૪૫.૩૫ ઉછાળા સાથે ૭૯૯૮૬.૮૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૦૩.૧૫ સામે ૨૪૩૦૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૭૬.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૦.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૧.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૬૫.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારનો દિવસ શેરબજારમાં ઐતિહાસિક દિવસ હતો,સેન્સેક્સે બુધવારે બજારની શરૂઆત થતાં જ પહેલીવાર ૮૦,૦૦૦નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સાથે ૨૪૩૦૦ની સપાટીને સ્પર્શી ગઈ હતી. બેન્કોના સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.સેન્સેક્સ ૫૪૫ પોઈન્ટ ઉછળી ૮૦૦૭૪ ના હાઈ લેવલે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જયારે નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૬ની રેકોર્ડ ટોચ પાસે પોઈન્ટ ઉછળી બંધ રહયું,બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૨૪૭ પોઈન્ટની રેકોર્ડ ટોચ પાસે પોઈન્ટ ઉછળી બંધ રહયું,

શરૂઆતના સત્ર પછી પણ બજારનો ઉછાળો જળવાઈ રહ્યો હતો અને શરૂઆતમાં એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ બેન્કિંગ શેરોની ઊંચી માંગ હતી. એચડીએફસી બેંકનો શેર ૩.૫૦ ના વધારા સાથે ૧૭૯૧ ના સ્તરે ખૂલ્યો અને ૧૭૯૪ની નવી ૫૨ સપ્તાહની ઊંચી સપાટી બનાવી.જોકે ઊંચા સ્તરોને કારણે એચડીએફસી બેન્કમાં થોડો પ્રોફિટ બુકિંગ થયો હતો, પરંતુ તેની અસર સૂચકાંકો પર પડી ન હતી કારણ કે ખરીદદારો અન્ય લાર્જકેપ ખાનગી બેન્ક શેરોમાં આવ્યા હતા.એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ તથા નેસલે ટોપ ગેનરમાં રહ્યા હતા.

બુધવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં એસીસી,ઈન્ડીગો,ગોદરેજ પ્રોપર્ટી,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો, લ્યુપીન,તોર્રેન્ટ ફાર્મા,હેવેલ્લ્સ,કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સિપ્લા, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક,એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,સન ફાર્મા,રેલ વિકાસ નિગમ લિમિટેડ,ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન ના શેર નબળાઈ પર બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૬ અને વધનારની સંખ્યા ૨૩૫૫ રહી હતી,  ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથી પક્ષોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને  મોદી સરકારની આર્થિક નીતિઓને આગળ વધારવાના કરેલા મક્કમ નિર્ધારને જોઈ ભારતની ગ્રોથ સ્ટોરી બુલેટ વેગી જોવાશે એનો અંદેશો મેળવી ગયેલા ફોરેન ફંડોએ પણ રહી ગયાના અફસોસમાં હવે શેરોમાં જંગી ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેર બજારોમાં ૪, જૂન બાદ ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવાશે એવી કરેલી આગાહી સચોટ પૂરવાર થઈ ભારતીય શેર બજારોમાં નિરંતર નવો ઈતિહાસ રચાતો જોવાઈ રહ્યો છે.આ સાથે સેન્સેક્સને ૭૯૦૦૦ અને નિફટીને ૨૪૦૦૦ની સપાટી પાર કરાવી નવી ઊંચાઈએ મૂકી દીધા છે. અવિરત વિક્રમી તેજીની આ દોટમાં અત્યારે તો લાર્જ કેપ શેરોમાં સક્રિય લેવાલી જોવાઈ રહી છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક લાગી હોઈ એમ અત્યારે વિરામ આપવામાં આવ્યો છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે. આ સાથે હવે બજેટની તૈયારીએ કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે છતાં એની અટકળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં આગામી દિવસોમાં અફડા –  તફડી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ
Next articleઆજ નું પંચાંગ (૦૫/૦૭/૨૦૨૪) 
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.