રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૩.૦૭.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૪૭૧૮.૫૬ સામે ૬૪૮૩૬.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૮૩૬.૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૪.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૬.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૨૦૫.૦૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૨૬૧.૨૫ સામે ૧૯૩૨૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૦૨.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૧.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૭.૩૫ પોઈન્ટના ઘટાળા સાથે ૧૯૪૦૪.૯૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સ્થાનિક શેરબજારમાં વૈશ્વિક રાહે ભારે લેવાલીથી તેજી જોવા મળી હતી.ઘરઆંગણે કંપનીઓના સારા પરિણામો, માર્જિનમાં સુધારા અને ગ્લોબલ માર્કેટની તેજી અને વિદેશી ભંડોળના અવિરત પ્રવાહને કારણે શેરબજારમા તેજી ટકી રહી છે અને તેનો અંડરટોન મજબૂત જણાઈ રહ્યો છે.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ આઈટીસી શેરોમાં સૌથી વધુ ૩.૧૨% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એચડીએફસી, અલ્ટ્રાકેમ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડના શેરો સૌથી વધુ ૧.૭૧%ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, મારુતિ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેકનો અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ગ્રાસિમના શેરોમાં સૌથી વધુ ૩.૪૩%નો ઉછાળો જોવા મળ્યો હતો..ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરમાં ૧.૮૦% નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ઓટો, સન ફાર્મા, સિપ્લા અને મારુતિનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૧ અને વધનારની સંખ્યા ૧૯૭૨ રહી હતી,૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૦% અને ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતીય શેર બજારોમાં જૂન ૨૦૨૩ના અંતનું સપ્તાહ નવા વિક્રમો સર્જનાર નીવડયું છે. વિશ્વના ઘણા વિકસીત દેશો અત્યારે આર્થિક, ઔદ્યોગિક, જીઓપોલિટીકલ ટેન્શનના અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે વૈશ્વિક ફોરેન ફંડો, વિદેશી રોકાણકારોનો ભારતના સુકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરનો વિશ્વાસ તાજેતરની વડાપ્રધાનની અમેરિકા મુલાકાત બાદ વધુ દ્રઢ બન્યો છે. ભારત આર્થિક પ્રગતિ ઝડપી સાધશે એવી પૂરી અપેક્ષા સાથે વડાપ્રધાન મોદી વિશ્વને આર્થિક પડકારોમાંથી અને જીઓપોલિટીકલ ટેન્શનમાંથી બહાર લાવવા મહત્વના માર્ગદર્શક બની રહેશે એવો રશીયા સહિતના દેશો દ્વારા અપાઈ રહેલા સંકેત શકય છે, ભારતમાં વિદેશી ફંડોના રોકાણનો ગત સપ્તાહમાં વહેતો થયેલો ધોધ આગામી દિવસોમાં ભારતીય શેર બજારોમાં તેજીને વધુ આક્રમક બનાવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.