Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઉછાળે સંસ્થાકીય નફારૂપી વેચવાલી યથાવત્…!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે સંસ્થાકીય નફારૂપી વેચવાલી યથાવત્…!!!

48
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૫૩.૨૭ સામે ૬૦૩૮૮.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૬૬૯.૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૭.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૦૦.૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૬૬.૦૦ સામે ૧૮૦૭૩.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૭૨.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૪૩.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકામાં વ્યાજ દરમાં વધારો અને આકરી નાણા નીતિ ચાલુ રહેવાના સંકેત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે સપ્તાહના અંતિમ દિવસે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલા વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એકંદર વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં નેગેટીવ ટ્રેન્ડ અને યુરોપના બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની વેચવાલી સાથે  સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું.

વૈશ્વિક સ્તરે કોરોના પ્રસરતા ભારતમાં પણ પ્રસરવાના ભય સાથે પુનઃ આર્થિક ગતિવિધીઓ ખોરવાઈ જવાના ભય પાછળ ચોમેરથી આવેલ વેચવાલી અને કોવિડની નવી લહેર ભારતમાં ન ફેલાય એ માટે તકેદારીના અગમચેતીના પગલાં લેવાની ભારત સરકારે શરૂઆત કરી દીધા છતાં ચિંતાને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની અને ઉદ્યોગો ઠપ્પ થઈ જવાની ભીતિ સાથે લોન ડિફોલ્ટનું જોખમ વધવાના અંદાજોએ બેંકોની હાલત કફોડી બનવાના અંદાજો વચ્ચે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૮ અને વધનારની સંખ્યા ૧૩૩૦ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ડોલર સામે ભારતીય રૂપિયાની નબળી કામગીરી રહી છે. સમાપ્ત થયેલા વર્ષમાં ડોલર સામે ૧૦% જેટલો ઘટયો છે, જે વર્ષ ૨૦૧૩ બાદ સૌથી વધુ ઘટાડો છે. ડોલર સામે રૂપિયો જે ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના ૭૪.૩૪ રૂપિયા હતો તે ૩૦ ડિસેમ્બર જે મની માર્કેટમાં વેપારનો અંતિમ દિવસ હતો ત્યારે ૮૨.૭૩ રૂપિયા બંધ આવ્યો હતો, આમ ડોલર સામે રૂપિયો એક વર્ષમાં અંદાજીત ૧૦.૧૫% ઘટયો છે. વર્ષ ૨૦૧૩માં ડોલર સામે રૂપિયો ૧૧.૦૧% તૂટયો હતો. જો કે બ્રિટિશ પાઉન્ડ અથવા તુર્કિસના લિરાની સરખામણીએ ડોલર સામે રૂપિયાની કામગીરી સારી જોવા મળી હોવાનું મની માર્કેટના સુત્રોએ જણાવ્યું હતું. રૂપિયા પરના દબાણને કારણે તથા તેને વધુ ઘટતો અટકાવવા વિતેલા વર્ષ દરમિયાન રિઝર્વ બેન્કે મની માર્કેટમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી, જેને કારણે દેશના ફોરેકસ રિઝર્વમાં ૭૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો જે છેલ્લા ૨૨ વર્ષનો સૌથી વધુ ઘટાડો છે. ૨૩ ડિસેમ્બરના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ ૫૬૨.૮૦ અબજ ડોલર રહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field